રાજકોટ રુરલ એલસીબીએ રોકડ રકમ સહિત રૂ ૨૧,૭૬,૬૦૦ લાખનો મુદ્દામાલ કબજે કરી આરોપીઓ સામે કાર્યવાહી હાથ ધરી
રાજકોટમાં સુલતાનપુર હનીટ્રેપનો રુરલ એલસીબીએ ભેદ ઉકેલી નાંખ્યો છે. પોલીસે એક મહિલા સહિત 5 આરોપીઓ પાસેથી રોકડ સહિત રૂપિયા ૨૧,૭૬,૬૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
એક મહિલાએ મોરબીના વેપારીને હનીટ્રેપમાં ફસાવી બળાત્કારની ધમકી આપીને લાખો રૂપિયા પડાવ્યા હતાં. આ મામલે ૪ માર્ચે સુલતાનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી. તેમજ આ ટોળકીએ અનેક ઉદ્યોગપતિ અને વેપારીઓને હનીટ્રેપમાં ફસાવ્યા હોવાની પોલીસને આશંકા છે. જે મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.