અમદાવાદ એપીએમસીમાં વિવિધ શાકભાજીની આવક થઈ રહી છે. છેલ્લા એક અઠવાડિયાથી શાકભાજીના ભાવમાં વધારો નોંધાઈ રહ્યો છે. હાલ યાર્ડમાં આદુનો ભાવ સૌથી વધુ નોંધાયો હતો.
ઉનાળાની ઋતુનું આગમન થઈ ગયું છે. દિવસે ને દિવસે ગરમીનો પારો જેમ જેમ વધી રહ્યો છે તેમ તેમ તેની સીધી અસર શાકભાજીના ભાવમાં જોવા મળી રહી છે. જેમાં આજે કેટલીક શાકભાજીના ભાવમાં વધારો તો કેટલાકમાં ઘટાડો જોવા મળ્યો છે. ત્યારે અમદાવાદના એપીએમસી માર્કેટમાં ઉનાળું શાકભાજીની આવકમાં નોંધપાત્ર વધારો થયો હતો. જાણીએ કઈ શાકભાજીના કેટલા ભાવ નોંધાયા.

આદુના ભાવ આસમાને પહોંચતા ચા અને શાકભાજીનો સ્વાદ બગડી ગયો છે. મંડીઓમાં આદુનો ભાવ ૩૦૦ રૂપિયા પ્રતિ કિલોને પાર પહોંચી ગયો છે. વેપારીઓનું કહેવું છે કે ગત વર્ષે આ સિઝનમાં આદુનો ભાવ ૩૦ થી ૪૦ રૂપિયા પ્રતિ કિલો હતો. કમોસમી વરસાદથી આદુની ખેતી કરતા ખેડૂતોને ભારે નુકસાન થયું છે. જો કે આના કારણે આદુના ભાવમાં જોરદાર ઉછાળો આવ્યો છે, જેના કારણે ખેડૂતો પણ તેમના નુકસાનની ભરપાઈ કરી રહ્યા છે.
આદુના ભાવ હાલ આસમાને પહોંચ્યા છે. આ સાથે લીંબુ, મરચાં, વાલોર, બટાકા જેવા શાકભાજી પણ મોંઘા થયા છે. જ્યારે ગુવાર, વાલોર, ગાજર, ટામેટા જેવા શાકભાજીના ભાવમાં ઘટાડો નોંધાયો છે. તેમજ ચોળી, વટાણા, કારેલા, ડુંગળીના ભાવમાં કોઈ બદલાવ જોવા મળ્યો નથી. એક અઠવાડિયા પહેલાના અને હાલના શાકભાજીના ભાવમાં ૧૦ થી ૨૦ %નો વધારો-ઘટાડો જોવા મળ્યો છે.