ચૈત્ર નવરાત્રી પહેલા વર્ષનું પહેલું સૂર્યગ્રહણ

ચૈત્ર નવરાત્રી પહેલા વર્ષ ૨૦૨૪ નું પહેલું સૂર્યગ્રહણ થઇ રહ્યું છે. ગ્રહણની દરેક રાશિના લોકોના જીવનમાં અલગ અળગ અસર થાય છે. ચાલો જાણીયે સૂર્યગ્રહણથી કઇ રાશિની ફાયદો થશે.

ચૈત્ર નવરાત્રી પહેલા વર્ષનું પહેલું સૂર્યગ્રહણ, આ 3 રાશિની કિસ્મત ચમકશે, દરેક કામમાં મળશે સફળતા

૨૦૨૪ વર્ષનું પહેલું સૂર્યગ્રહણ ૮ એપ્રિલે થઈ રહ્યું છે. તેને ખગોળીય ઘટના માનવામાં આવે છે. પરંતુ જ્યોતિષ શાસ્ત્રમાં પણ તેનું વિશેષ મહત્વ છે. વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૂર્યને આત્માનું પરિબળ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં જો સૂર્ય સાથે જોડાયેલી કોઈ ઘટના બને છે તો તેની અસર દેશ અને દુનિયા પર જરૂર પડે છે.

તમને જણાવી દઇયે કે, આ સંપૂર્ણ સૂર્યગ્રહણ હશે. પરંતુ તે ભારતમાં જોવા નહીં મળે. પરંતુ દરેક રાશિના લોકોના જીવનમાં તેની અસર કોઇને કોઇ રીતે જરૂર પડી શકે છે. ચૈત્ર નવરાત્રી પહેલા થનાર આ સૂર્યગ્રહણની અમુક રાશિઓ પર સકારાત્મક અસર થવાની છે, તો કેટલાકે સાવધાન રહેવાની જરૂર છે. આવો જાણીએ કઈ રાશિ પર સૂર્યગ્રહણની અનુકુળ અસર થશે

સૂર્યગ્રહણ ૨૦૨૪ની તારીખ અને સમયે

ભારતીય સમય અનુસાર સૂર્ય ગ્રહણ ૯ એપ્રિલના રોજ રાત્રે ૦૯:૧૨ વાગ્યે શરૂ થશે અને રાત્રે ૦૨:૨૨ વાગ્યે સમાપ્ત થશે.

આ સૂર્યગ્રહણ ક્યાં જોવા મળશે?

વર્ષનું પહેલું સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં. આ ઉપરાંત પશ્ચિમ યુરોપ પેસિફિક, એટલાન્ટિક, આર્કટિક મેક્સિકો, ઉત્તર અમેરિકા (અલાસ્કા સિવાય), કેનેડા, મધ્ય અમેરિકા, દક્ષિણ અમેરિકાના ઉત્તરીય વિસ્તાર, ઇંગ્લેન્ડના ઉત્તર પશ્ચિમ વિસ્તારમાં, આયર્લેન્ડ વગેરેમાં તે જોઇ શકાય છે.

સૂર્યગ્રહણની કઈ રાશિ પર સકારાત્મક અસર થશે

તમને જણાવી દઈએ કે વર્ષનું પહેલું સૂર્યગ્રહણ પૂર્ણ ગ્રહણ હશે, જે લગભગ 4 વર્ષ પછી થઈ રહ્યું છે. વૈદિક જ્યોતિષ મુજબ સૂર્યગ્રહણના સમયે રેવતી નક્ષત્ર અને મીન રાશિમાં રહેશે. મીન રાશિ ગુરુની રાશિ છે. આવી સ્થિતિમાં ગુરુની સૂર્ય સાથે મિત્રતાનો ભાવ છે. આ સાથે જ સૂર્યની સાથે ચંદ્ર, શુક્ર અને રાહુ પણ હાજર રહેશે. શનિ અને મંગળ ચંદ્રથી ૧૨ મા ઘરમાં છે. આવી સ્થિતિમાં કેટલીક રાશિના લોકોને વિશેષ લાભ થઇ શકે છે.

વૃષભ રાશિ

વૃષભ રાશિના જાતકોના જીવનમાં સૂર્યગ્રહણની અસર સકારાત્મક રહેવાની છે. આ રાશિના જાતકોને અચાનક ધનલાભ થઇ શકે છે. લાંબા સમયથી અટકેલા કામ પૂરા થવાની સાથે ધન-ધાન્યમાં પણ વૃદ્ધિ થશે. લાંબા સમયથી અટકી પડેલી યોજનાઓ ફરી એકવાર શરૂ થઈ શકે છે. કરિયર – નોકરી સંબંધિત સમસ્યાઓનો અંત આવી શકે છે. આ સાથે જ પરિવાર સાથે સારો સમય પસાર થશે.

મિથુન રાશિ

વર્ષનું પહેલું સૂર્યગ્રહણ મિથુન રાશિ ના જાતકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ રાશિના જાતકોના જીવનમાં પણ સૂર્યગ્રહણની અસર સકારાત્મક રહેવાની છે. લાંબા સમયથી અટકેલા કામ પૂરા થશે. આ સાથે શિક્ષણ કે નોકરી માટે વિદેશ જવાનું સપનું પૂરું થઈ શકે છે. પરિવાર સાથે સારો સમય પસાર થશે. લાંબા સમયથી અટકેલા કામ પૂરા થવાની સાથે ધન-ધાન્યમાં પણ વૃદ્ધિ થશે. માનસિક શાંતિ અને સુખનો અનુભવ કરશો. તેમજ સ્વાસ્થ્ય સારું રહેશે

કર્ક રાશિ

કર્ક રાશિના જાતકો માટે પણ આ સૂર્યગ્રહણ શુભ સાબિત થઈ શકે છે. પરિવારમાં લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાઓથી છૂટકારો મેળવી શકો છો. આ સાથે જ જીવનમાં અનેક ફેરફાર જોવા મળી શકે છે. કાર્યક્ષેત્રમાં પણ તમારા કામની પ્રશંસા થઈ શકે છે. આ સાથે તમને તણાવથી રાહત મળશે. સિનિયર લોકોની મદદથી, તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ થઈ શકો છો.

આ લેખમાં આપેલી માહિતીની સચોટતા અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવી નથી. જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે શાસ્ત્રો જેવા વિવિધ માધ્યમોમાંથી આ માહિતી એકત્ર કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ માત્ર માહિતી રજૂ કરવાનો છે. તેને સાચી સાબિત કરવાનો નથી. કૃપા કરીને તેનો કોઈપણ રીતે ઉપયોગ કરતા પહેલા સંબંધિત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *