દિલ્હી દારુ કૌભાંડ કેસમાં અરવિંદ કેજરીવાલ અંગે આજે કોર્ટમાં બે વાગે સુનાવણી થવાની છે ત્યારે અટકળો લગાવવામાં આવી રહી છે કે દિલ્હી સીએમ આજે ખુલાસા કરી શકે છે.

અરવિંદ કેજરીવાલ કેસની આજે બે વાગે કોર્ટમાં સુનાવણી
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દિલ્હીના કથિત દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની કસ્ટડીમાં છે. તેની કસ્ટડી આજે એટલે કે ૨૮ મી માર્ચે પૂરી થઈ રહી છે. આ કેસની સુનાવણી બપોરે ૦૨:૦૦ વાગ્યે થશે. શું અરવિંદ કેજરીવાલ કોર્ટમાં કોઈ મોટો ખુલાસો કરવા જઈ રહ્યા છે? આ સવાલ એટલા માટે ઉભો થયો છે કારણ કે એક દિવસ પહેલા જ તેમની પત્ની સુનીતા કેજરીવાલે દાવો કર્યો હતો કે આ સમગ્ર મામલે કોર્ટમાં મોટો ખુલાસો કરવામાં આવશે. સુનીતાએ કહ્યું કે જ્યારે EDએ તેમના ઘરે દરોડા પાડ્યા ત્યારે માત્ર ૭૩ હજાર રૂપિયા જ મળ્યા હતા. દિલ્હીના સીએમ પોતાના દાવા અંગે પુરાવા પણ રજૂ કરશે.
EDએ દારૂ નીતિ કેસમાં ગોવાના AAP નેતાઓને આજે પૂછપરછ માટે બોલાવ્યા
EDએ AAP નેતાઓ અમિત પાલેકર, રામારાવ વાળા અને દત્ત પ્રસાદ નાઈકને ગોવામાં સમન્સ જારી કર્યા છે અને તેમને 28 માર્ચે પૂછપરછ માટે દિલ્હી બોલાવ્યા છે. આ તમામ નેતાઓ ગોવા વિધાનસભા ચૂંટણી દરમિયાન આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા હતા. EDએ આરોપ લગાવ્યો છે કે સાઉથ ગ્રુપ પાસેથી મળેલી લાંચનો ગોવાની ચૂંટણીમાં ઉપયોગ કરવામાં આવ્યો હતો.
અરવિંદ કેજરીવાલ કેસની આજે બે વાગે કોર્ટમાં સુનાવણી
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દિલ્હીના કથિત દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની કસ્ટડીમાં છે. તેની કસ્ટડી આજે એટલે કે ૨૮મી માર્ચે પૂરી થઈ રહી છે. આ કેસની સુનાવણી બપોરે ૦૨:૦૦ વાગ્યે થશે.