આજથી શેરબજારમાં T+O સેટલમેન્ટ સિસ્ટમ લાગુ

ગુરુવારથી એટલેકે આજથી શેરની ખરીદી અને વેચાણ માટે ચૂકવણીની સિસ્ટમ બદલાઈ રહી છે. BSE એ આજથી શરૂ થતા T+0 સેટલમેન્ટ સાયકલ માટે ૨૫ શેરોની યાદી બહાર પાડી છે. બીએસઈએ જણાવ્યું હતું કે સેબીએ આ મહિનાની શરૂઆતમાં વૈકલ્પિક ધોરણે T+0 ટ્રેડ સેટલમેન્ટ સાયકલના બીટા વર્ઝન માટે ફ્રેમવર્ક રજૂ કર્યા પછી તેણે આ પગલું ભર્યું છે. T+0 સેટલમેન્ટ સાયકલ માટે લાયક શેર્સમાં અંબુજા સિમેન્ટ્સ, અશોક લેલેન્ડ, બજાજ ઓટો, બેન્ક ઓફ બરોડા અને BPCL વગેરેનો સમાવેશ થાય છે.

હવે રોકાણકારોને રૂપિયા માટે એક દિવસની રાહ નહીં જોવી પડે, ગત ૧૫ માર્ચે, સેબીએ ટી પ્લસ ઝીરો સેટલમેન્ટના બીટા વર્ઝનને મંજૂરી આપી હતી, જે ૨૮ માર્ચ એટલે કે આજથી લાગુ  થઈ ગયું છે આ નવા નિયમ મુજબ, જો તમે કોઈપણ શેર ખરીદો છો અથવા વેચો છો, તો તે જ દિવસે પૈસા તમારા ડીમેટ ખાતામાં આવી જશે. આ માટે તમારે બીજા દિવસની રાહ જોવાની જરૂર નહીં પડે.

T+0 સેટલમેન્ટનો સમય માત્ર સવારે ૦૯:૧૫ થી બપોરે ૦૧:૩૦ વાગ્યા સુધીનો રહેશે. આ સમયગાળા દરમિયાન કરવામાં આવેલા સોદા T+0 માં સેટલ કરવામાં આવશે. બાકીના શેર પર T+૧ નિયમ લાગુ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *