હવામાન વિભાગે આગાહી કરી છે કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે તાપમાનમાં થોડોક ઘટાડો થશે ત્યારબાદ ૧થી ૨ ડિગ્રી સુધી તાપમાનમાં વધારો થશે.
ગુજરાત રાજ્યમાં હવામાન અને ચૂંટણી બંન્નેમાં માહોલ ગરમ બન્યું છે. ત્યારે ગુજરાતમાં લોકોને ભારે ગરમી સહન કરવા માટે તૈયાર થઈ જવું પડશે. કારણ કે, હવામાન વિભાગે ‘તપશે ગુજરાત’ જેવી ગરમા ગરમ આગાહી કરી છે. આગાહી મુજબ આગામી ૩ દિવસ તાપમાન ઘટશે પણ ત્યારબાદ તાપમાન વધશે.
૩ દિવસ બાદ ફરી વધશે તાપમાન
હવામાન વિભાગે આગાહી કરી છે કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે તાપમાનમાં થોડોક ઘટાડો થશે ત્યારબાદ ૧ થી ૨ ડિગ્રી સુધી તાપમાનમાં વધારો થશે. આગામી ૨૪ કલાકમાં ઉત્તર ગુજરાતમાં ગરમી વધશે. રાજ્યમાં બનાસકાંઠા, અમદાવાદ અને આણંદમાં ગરમીનો પારો ઉચકાશે. જો કે, દરિયા કિનારે બફારો યથાવત રહેશે. ગુજરાતના પૂર્વી પર્વતીય ભાગોમાં હળવો વરસાદ વરસી શકે તેવી પણ કમોસમી આગાહી કરવામાં આવી છે.
રાત્રે પણ ગરમીનો પ્રકોપ
હવામાન વિભાગના જણાવ્યા મુજબ બનાસકાંઠા, અમદાવાદ, વડોદરા અને આણંદમાં રાત્રે પણ ગરમીનો પ્રકોપ જોવા મળશે.
કયાં કેટલું તાપમાન ?
અમદાવાદમાં મહત્તમ તાપમાન ૪૦ ડિગ્રી નોંધાયું છે જ્યારે ગાંધીનગરમાં મહત્તમ તાપમાન ૩૯.૬ ડિગ્રી નોંધાયું છે. ડીસામાં ૩૯.૧, ગાંધીનગરમાં ૩૯.૬, વલ્લભ વિદ્યાનગરમાં ૩૯.૩, વડોદરામાં ૩૯.૬, સુરતમાં ૩૭.૬, વલસાડમાં ૩૫, ભુજમાં ૩૯.૨, નલિયામાં ૩૪, કંડલા પોર્ટમાં ૩૩.૯, અમરેલીમાં ૪૦.૮, ભાવનગરમાં ૩૮.૨, દ્વારકામાં ૨૯.૧, ઓખામાં ૩૧.૬, પોરબંદરમાં ૩૬, રાજકોટમાં ૩૯.૮, વેરાવળમાં ૩૦.૬, સુરેન્દ્રનગરમાં ૪૦, મહુવામાં ૩૭.૮ અને કેશોદમાં ૩૮.૯ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.