બેંક ઓફ ઈન્ડિયા ભરતી

બેંક ઓફ ઇન્ડિયા દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતી બહાર પાડી છે. બેંકમાં નોકરી કરવા ઈચ્છાત ઉમેદવારો માટે આ સમાચાર ખુબ જ કામના છે જેથી કરીને આ સમાચાર અંત સુધી વાંચવા જરૂરી છે.

બેંકમાં નોકરી કરવા ઈચ્છતા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. બેંક ઓફ ઈન્ડિયા દ્વારા વિવિધ અધિકારીની પોસ્ટ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. નોટિફિકેશન પ્રમાણે બેંક ૧૪૩ જગ્યાઓ ભરશે. આ માટે ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે. રસ ધરાવતા ઉમેદવારો બેંકની સત્તાવાર વેબસાઈટ ઉપર ૧૦ એપ્રિલ સુધીમાં ઓનલાઈન અરજી કરી શકે છે.

બેંક ઓફ ઈન્ડિયા ભરતી માટે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, પસંદગી પ્રક્રિયા સહિતની તમામ મહત્વની જાણકારી જાણવા માટે ઉમેદવારો આ સમાચાર અંત સુધી વાંચે.

બેંક ઓફ ઈન્ડિયા ભરતી, મહત્વની માહિતી

સંસ્થા બેંક ઓફ ઈન્ડિયા
પોસ્ટ વિવિધ
કુલ જગ્યા ૧૪૩
વય મર્યાદા ૨૧થી ૩૭ વર્ષ
અરજી કરવાની છેલ્લી તારીખ ૧૦ એપ્રિલ ૨૦૨૪
ક્યા અરજી કરવી https://bankofindia.co.in/

અરજી ફી

કેટેગરી ફીની રકમ
જનરલ ₹૮૫૦
SC/ST/PWD ₹૧૭૫

વય મર્યાદા

બેંક ઓફ ઈન્ડિયા ભરતી ૨૦૨૪ની સત્તાવાર સૂચનામાં જણાવ્યા મુજબ, ઉલ્લેખિત જગ્યાઓ માટે અરજી કરવા માટેની લઘુત્તમ અને મહત્તમ વય મર્યાદા ૨૧ વર્ષથી ૩૭ વર્ષ છે.

પગાર

બેંક ઓફ ઇન્ડિયા ભરતી માટે વિવિધ પોસ્ટ અને તેનો પગાર નીચે કોષ્ટકમાં દર્શાવવામાં આવ્યો છે. જોકે, આ વેતન લઘુત્તમ અને મહત્તમ વેતન દર્શાવ્યું છે. પગાર અંગે સંપૂર્ણ વિગતો માટે આપેલનું નોટિફિકેશન ચોક્કસ વાંચવું.

પોસ્ટ પગાર
મિડલ મેનેજમેન્ટ ગ્રેડ સ્કેલ-II (MMGS-II) ₹ ૪૮૧૭૦ થી ₹ ૯૩૯૬૦ સુધી
મિડલ મેનેજમેન્ટ ગ્રેડ સ્કેલ-III (MMGS-III) ₹ ૬૩૮૪૦ થી ₹ ૧૦૫૨૮૦ સુધી
સિનિયર મેનેજમેન્ટ ગ્રેડ સ્કેલ-IV (SMGS-IV) ₹ ૭૬૦૧૦થી ₹ ૧૨૦૯૪૦ સુધી

કેવી રીતે અરજી કરવી

  • સૌથી પહેલા બેંક ઓફ ઈન્ડિયાની ઓફિશિયલ વેબસાઈટ bankofindia.co.in પર જાઓ.
  • આ પછી કારકિર્દી અથવા ભરતી વિભાગ પર ક્લિક કરો.
  • હવે Apply Online અથવા New Registration લિંક પર ક્લિક કરો.
  • નામ, સરનામું સહિત તમામ વિનંતી કરેલી માહિતી દાખલ કરો.
  • જરૂરી દસ્તાવેજો સ્કેન કરીને અપલોડ કરો.
  • નવીનતમ ગીતો સાંભળો, ફક્ત JioSaavn.com પર
  • છેલ્લે સબમિટ બટન પર ક્લિક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *