દિલ્હી લિકર કેસમાં ઈડી દ્વારા અરવિંદ કેજરીવાલની ધરપકડના વિરોધમાં ઈન્ડિયા ગઠબંધન તરફથી દિલ્હીના રામલીલા મેદાનમાં લોકતંત્ર બચાવો રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.

ઈન્ડિયા ગઠબંધનની મહારેલીમાં રાહુલ ગાંધી, સુનીતા કેજરીવાલ સહિત વિપક્ષના ઘણા નેતા પહોંચ્યા
ઈન્ડિયા ગઠબંધન દ્વારા અરવિંદ કેજરીવાલની ધરપકડના વિરોધમાં રામલીલા મેદાનમાં લોકતંત્ર બચાવ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલીમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, આપ નેતા અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતા કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સામેલ થયા છે.
આ મહારેલીમાં એનસીપીના નેતા શરદ પવાર, ઝારખંના સીએમ ચમ્પાઈ સોરેન, ડીએમકે સાંસદ તિરુચિ એન શિવા, ઉદ્વવ ઠકારે અને સાથી નેતા, સંજય રાઉત પણ સામેલ થયા છે.
કેજરીવાલના સમર્થનમાં ઈન્ડિયા ગઠબંધનની દિલ્હીમાં લોકતંત્ર બચાવોરેલી
ઈન્ડિયા ગઠબંધન દ્વારા અરવિંદ કેજરીવાલના સમર્થનમાં દિલ્હીના રામ લીલા મેદાનમાં આજે મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહારેલીમાં કોંગ્રેસ સહિત ઈન્ડિયા ગઠબંધનના સાથી પક્ષોના નેતાઓ મોટી સંખ્યામાં સામેલ થશે. નોંધનિય છે કે, દિલ્હી લિકર કેસમાં ઈડી દ્વારા આપ નેપા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી છે અને હાલ રિમાન્ડ હેઠળ છે.