પીએમ મોદીએ કહ્યું – જ્યારે ભારત દુનિયામાં ત્રીજા નંબર પર પહોંચશે ત્યારે દેશમાં ગરીબી તો દૂર થશે જ, સાથે સાથે તે એક શક્તિશાળી, મજબૂત દેશ પણ બની જશે.

ઇન્ડિયા ગઠબંધને લોકસભા ચૂંટણી ૨૦૨૪ને લઈને દિલ્હીમાં રેલી કરી અને મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તો બીજી તરફ પીએમ મોદીએ પશ્ચિમ ઉત્તર પ્રદેશના મેરઠથી એનડીએના ચૂંટણી પ્રચારની શરૂઆત કરી દીધી છે. આ રેલીમાં એનડીએના તમામ ઘટક પક્ષોના નેતાઓ હાજર રહ્યા હતા. રેલીમાં યુપીના સીએમ યોગી આદિત્યનાથ અને હરિયાણાના સીએમ નાયબ સિંહ સૈની પણ સ્ટેજ પર હતા. સીએમ યોગીએ આ સમય દરમિયાન મોટું નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે આ ચૂંટણીમાં નેશન ફર્સ્ટનો મુકાબલો ફેમિલી ફર્સ્ટના એજન્ડા સાથે થશે.
આ રેલી દરમિયાન પીએમ મોદીએ મંચ પરથી ચૌધરી ચરણ સિંહને યાદ કરીને ભાષણની શરૂઆત કરી અને કહ્યું કે મેરઠ સાથે મારો ખાસ સંબંધ છે. ગત વખતે પણ મને આ ઔધડનાથની ધરતી પરથી રેલી શરૂ કરવાનું સૌભાગ્ય મળ્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે જ્યારે ભારત દુનિયામાં ત્રીજા નંબર પર પહોંચશે ત્યારે દેશમાં ગરીબી તો દૂર થશે જ, સાથે સાથે તે એક શક્તિશાળી, મજબૂત દેશ પણ બની જશે.
પીએમ મોદીએ કહ્યું કે મેં લાલ કિલ્લા પરથી કહ્યું હતું કે, આ જ યોગ્ય સમય છે, ભારતનો સમય આવી ગયો છે, ભારત દોડી રહ્યું છે, આજે ભારતમાં ઝડપથી આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર બની રહ્યા છે. આજે ભારતના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણમાં અભૂતપૂર્વ રોકાણ કરી રહ્યું છે.
નવી ઊંચાઈઓ પર ભારતની વિશ્વસનીયતા
યુવાઓને મળતા લાભ અંગે પીએમ મોદીએ કહ્યું કે આજે દરેક ક્ષેત્રમાં યુવાઓ માટે અસંખ્ય નવી તકો ઉભી કરવામાં આવી રહી છે, આજે દેશની નારી શક્તિ નવા સંકલ્પો સાથે આગળ આવી રહી છે. પીએમ મોદીએ કહ્યું કે ક્યારેય અયોધ્યામાં રામ મંદિર બનશે, તે લોકોને મુશ્કેલ લાગતું હતું. પરંતુ રામ મંદિર તો બની ગયું અને આ વખતે અવધમાં રામલલાએ હોળી પણ રમી હતી.
પ્રધાનમંત્રીએ પોતાના કામો ગણાવ્યા
આ સાથે પીએમ મોદીએ કહ્યું કે કલમ ૩૭૦ પણ હટાવી દેવામાં આવી છે અને જમ્મુ-કાશ્મીરનો પણ વિકાસ થઈ રહ્યો છે. આ મોદી ગરીબી સાથે ટક્કર લઇને અહીં પહોંચ્યા છે તેથી મોદી દરેક ગરીબનું દુખ અને દરેક ગરીબની પીડાને સારી રીતે સમજે છે. તેમણે પોતાના કામનો ઉલ્લેખ કરતા કહ્યું કે અમે ગરીબોની ચિંતા દૂર કરવા માટે યોજનાઓ બનાવી છે. ગરીબોને સારવારની ચિંતા ન થાય તે માટે રૂપિયા પાંચ લાખની આયુષમાન યોજના ઊભી કરવામાં આવી હતી. અમારી સરકાર મફત રાશન આપી રહી છે.
ભ્રષ્ટાચારીઓ સામે થઇ રહી છે ઘણી કાર્યવાહી
ભ્રષ્ટાચાર પર વિપક્ષી દળોના નેતાઓ પર કાર્યવાહી પર પીએમ મોદીએ કહ્યું કે હું ભ્રષ્ટાચાર પર કાર્યવાહી કરી રહ્યો છું, કેટલાક લોકોએ પોતાનું સંતુલન ગુમાવી દીધું છે. મારા પ્રિય દેશવાસીઓ, હું કહું છું કે મોદીની ગેરંટી છે. મોદીનો મંત્ર છે ભ્રષ્ટાચાર હટાવો. તે કહે છે ભ્રષ્ટાચારી બચાવો.