કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો

એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો : ઓઇલ કંપનીઓએ ૧૯ કિલોના કોમર્શિયલ સિલિન્ડર ઉપરાંત ૫ કિલો એફટીએલ (ફ્રી ટ્રેડ એલપીજી) સિલિન્ડરના ભાવમાં પણ ઘટાડો કર્યો છે.

મોંઘવારીમાં થોડી રાહત: LPG ગેસ સિલિન્ડરના ભાવમાં 32 રૂપિયા ઘટાડો, જાણો નવા ભાવ

દેશમાં સામાન્ય લોકોને મોટી રાહત મળી છે. કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે. કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં ૩૨ રૂપિયા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે. દેશના અલગ અલગ વિસ્તારોમાં એલપીજી સિલિન્ડરની કિંમતમાં ૩૦થી ૩૨ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે.

સમાચાર એજન્સીના સૂત્રોએ જણાવ્યું હતું કે, ઓઇલ કંપનીઓએ ૧૯ કિલોના કોમર્શિયલ સિલિન્ડર ઉપરાંત ૫ કિલો એફટીએલ (ફ્રી ટ્રેડ એલપીજી) સિલિન્ડરના ભાવમાં પણ ઘટાડો કર્યો છે. ૧૯ કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં ૩૦.૫૦ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે.

ગુજરાત – અમદાવાદમાં ગેસ સિલિન્ડરના નવા ભાવ

સૂત્રોએ જણાવ્યું કે, ૧ એપ્રિલથી અમદાવાદમાં ૧૯ કિલો કોમર્શિયલ સિલિન્ડર ગેસની કિંમત ઘટીને ૧૭૮૪.૫૦ રૂપિયા થઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે, આ પહેલા અમદાવાદમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો ભાવ ૧૮૧૬ રૂપિયા હતો. તો દિલ્હીમાં ૧૯ કિલો કોમર્શિયલ સિલિન્ડરની કિંમત ઘટીને ૧૭૬૪.૫૦ થઈ ગઈ છે. જ્યારે કોલકાતામાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડર ૧૮૭૯ રૂપિયામાં મળશે. જ્યારે મુંબઈમાં હવે તેની કિંમત ૧,૭૧૭.૫૦ રૂપિયા થશે, જ્યારે ચેન્નઈમાં હવે તેની કિંમત ૧,૯૩૦ રૂપિયા હશે.

ત્રણ મહિનાથી વધી રહ્યા હતા ભાવ

તમને જણાવી દઈએ કે, કોમર્શિયલ સિલિન્ડરના ભાવ છેલ્લા ત્રણ મહિનાથી સતત વધી રહ્યા હતા, જેના કારણે લોકો પર મોંઘવારીનો બોજ વધી રહ્યો હતો. પરંતુ હવે ચૂંટણી મહિનામાં તેલ કંપનીઓએ ભાવ ઘટાડીને સામાન્ય જનતાને મોટી ભેટ આપી છે.

આ પહેલા મોદી સરકારે મહિલા દિવસ પર સામાન્ય જનતાને મોટી રાહત આપતા ૧૪ કિલો ગેસ સિલિન્ડરમાં મોટી રાહત આપી હતી. આ પછી એલપીજીની કિંમત ૧૦૦ રૂપિયા સુધી ઘટી ગઈ હતી. એલપીજી સિલિન્ડરની કિંમત ૮૧૦ રૂપિયા, દિલ્હીમાં ૮૦૩ રૂપિયા, કોલકાતામાં ૮૨૯ રૂપિયા, મુંબઈમાં ૮૦૨.૫૦ રૂપિયા અને ચેન્નઈમાં ૮૧૮.૫૦ રૂપિયા છે.

મહિલા દિવસે રાહત આપતા પહેલા કેન્દ્ર સરકારે ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને ભેટ પણ આપી હતી. ઉજ્જવલા યોજના હેઠળ લાભાર્થીઓને આપવામાં આવતા સિલિન્ડર પરની સબસિડી ૩૧ માર્ચ ૨૦૨૫ સુધી વધારીને ૩૦૦ રૂપિયા કરવામાં આવી હતી.

રિટેલ ફુગાવો ઘટ્યો

આ પહેલા આર્થિક મોરચે સરકાર માટે મોટા સમાચાર આવ્યા હતા. જાન્યુઆરી ૨૦૨૪ ની સરખામણીએ રિટેલ મોંઘવારી ઘટીને ૫.૦૯ થઈ ગઈ છે. આ છેલ્લા ચાર મહિનાનું સૌથી નીચલું સ્તર છે. જાન્યુઆરીમાં ફુગાવો ૫.૧ % હતો, જ્યારે ડિસેમ્બરમાં તે ૫.૬૯ % હતો. જાન્યુઆરી ૨૦૨૩ માં આ આંકડો ૬.૫૨ % રહ્યો હતો. ઓગસ્ટ ૨૦૨૩ માં, રિટેલ ફુગાવાનો દર ૬.૮૩ % ની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *