કેન્દ્ર સરકાર: કોલસાનું ઉત્પાદન ૯૬.૬૦ મિલિયન ટન પર પહોંચ્યું

કોલસા ક્ષેત્રે ફેબ્રુઆરી ૨૯૨૪ દરમિયાન આઠ મોટા ઉદ્યોગોમાં સૌથી વધુ ૧૧.૬ % વૃદ્ધિ નોંધાવી છે. નોંધનીય છે કે કોલસા ઉદ્યોગ છેલ્લા ૮ મહિનામાં સતત બે આંકડામાં વૃદ્ધિનો અનુભવ કરી રહ્યો છે. તેણે છેલ્લા બે નાણાકીય વર્ષોમાં આઠ મુખ્ય ઉદ્યોગોની એકંદર વૃદ્ધિને સતત પાછળ રાખી છે.

કોલસા મંત્રાલયે સોમવારે જારી કરેલા એક નિવેદનમાં માહિતી આપતાં જણાવ્યું હતું કે મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા ૮ મુખ્ય ઉદ્યોગો (આઈસીઆઈ) (બેઝ વર્ષ ૨૦૧૧-૧૨)ના સૂચકાંક અનુસાર, કોલસા ક્ષેત્રે ૧૧.૬ % (કામચલાઉ) વિસ્તરણ કર્યું છે. ફેબ્રુઆરી ૨૦૨૪ દરમિયાન આઠ મોટા ઉદ્યોગોએ સૌથી વધુ વૃદ્ધિ નોંધાવી હતી. કોલસા ઉદ્યોગનો સૂચકાંક ગયા વર્ષના સમાન સમયગાળા દરમિયાન ૧૯૦.૧ પોઈન્ટની સરખામણીએ ફેબ્રુઆરી’૨૪ દરમિયાન વધીને ૨૧૨.૧ પોઈન્ટ થયો છે અને તેનો સંચિત ઈન્ડેક્સ એપ્રિલથી ફેબ્રુઆરી, ૨૦૨૩-૨૪ દરમિયાન ગત વર્ષના સમાન સમયગાળાની સરખામણીમાં વધીને ૨૧૨.૧ પોઈન્ટ થયો છે. તેમાં ૧૨.૧ % નો વધારો થયો છે, જેનો અર્થ છે કે દેશમાં કોલસા ઉદ્યોગ દર વર્ષે સતત વધ્યો છે.

ICI આઠ મોટા ઉદ્યોગો – સિમેન્ટ, કોલસો, ક્રૂડ ઓઈલ, વીજળી, ખાતર, કુદરતી ગેસ, રિફાઈનરી ઉત્પાદનો અને સ્ટીલના સંયુક્ત અને વ્યક્તિગત ઉત્પાદન પ્રદર્શનને માપે છે. આ ૮ મોટા ઉદ્યોગોના સંયુક્ત ઇન્ડેક્સે ગયા વર્ષના સમાન સમયગાળાની તુલનામાં ફેબ્રુઆરી ૨૦૨૪ માં ૬.૭ % ની વૃદ્ધિ નોંધાવી હતી.વાસ્તવમાં કોલસા ઉદ્યોગ છેલ્લા આઠ મહિનામાં સતત બે આંકડામાં વૃદ્ધિનો અનુભવ કરી રહ્યો છે. તેણે છેલ્લા બે નાણાકીય વર્ષોમાં આઠ મુખ્ય ઉદ્યોગોની એકંદર વૃદ્ધિને સતત પાછળ રાખી છે.

આ નોંધપાત્ર વધારાના પરિણામે આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં કોલસાનું ઉત્પાદન વધીને ૯૬.૬૦ મિલિયન ટન થયું છે, જે ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીમાં ૧૧.૮૩ % નો વધારો દર્શાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *