મહારાષ્ટ્રના પૂણે સહિત અન્ય રાજ્યોમાં અમુલ ડેરીના નવા પ્લાન્ટ ઉભા કરવાની તેમ જ અન્ય નવી પ્રોડકટ લોન્ચ કરવાની તૈયારી ચાલી રહી છે.
અમુલ ડેરીના ચેરમેન વિપુલભાઈ પટેલે આણંદ ખાતે પત્રકાર પરિષદ યોજીને અમુલ ડેરીના વાર્ષિક ટર્નઓવરના આંકડા વિષે જાણકારી આપવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે ડેરીએ વર્ષ દરમિયાન ૧૨ હાજર ૮૦૦ કરોડ કરતાં પણ વધારે ટર્નઓવર કર્યું હતું . ગયા વર્ષના મુકાબલે ડેરીના ટર્નઓવરમાં નવ ટકા વધારો નોંધાયો છે. તેમણે એમ પણ કહ્યું હતું કે આ વર્ષે મહારાષ્ટ્રના પૂણે સહિત અન્ય રાજ્યોમાં અમુલ ડેરીના નવા પ્લાન્ટ ઉભા કરવાની તેમ જ અન્ય નવી પ્રોડકટ લોન્ચ કરવાની તૈયારી ચાલી રહી છે. ડેરી પશુપાલકોને આ વર્ષે દૂધના ભાવ વધારી આપીશે તેમ પણ તેમણે જણાવ્યું હતું.