કિયા ઇન્ડિયાનું લક્ષ્ય સનરૂફ અને કનેક્ટેડ ટેલલેમ્પ્સ જેવી પ્રીમિયમ સુવિધાઓને એન્ટ્રી અને મિડ-વેરિયન્ટ બાયર્સ માટે વધુ સુલભ બનવાનું છે.
કિયા ઈન્ડિયાએ સનરૂફ જેવી સુવિધાઓ સાથેની રિફ્રેશ કિયા સોનેટ માં ચાર નવા એન્ટ્રી અને મિડ વેરિઅન્ટ લોન્ચ કર્યા છે. નવા રજૂ કરાયેલ HTE(O) અને HTK(O) વેરિઅન્ટ હવે પેટ્રોલ જી૧.૨ અને ડીઝલ ૧.૫ CRDi VGT એન્જિન સાથે અવેલબલ છે. જ્યારે HTE(O) ને હાલના HTE વેરિઅન્ટ પર એડિશનલ સનરૂફ મળે છે, ત્યારે HTK(O) માં હાલના HTK વેરિઅન્ટની વિશેષતાઓ પર સનરૂફ, LED-કનેક્ટેડ ટેલલેમ્પ્સ, ફુલ્લી ઓટોમેટિક ટેમ્પરેચર કંટ્રોલ (FATC) અને રીઅર ડિફોગર મળે છે.
કિયા ઇન્ડિયા (Kia India) હવે GTX+ અને HTX+ વેરિઅન્ટ્સ સાથે ઑલ-વિન્ડોઝ અપ/ડાઉન પ્રોટેકશન પ્રદાન કરે છે. વધુમાં, HTE અને HTK વેરિયન્ટના કસ્ટમર પાસે હવે ત્રણ નવા કલરમાંથી પસંદગી કરવાનો ઓપ્શન હશે – Aurora Black Pearl, Imperial Blue અને Pewter Olive.
કિયા ઈન્ડિયાના ચીફ સેલ્સએ શું કહ્યું?
આ સ્ટેપ્સ પર કમેન્ટ કરતા, કિયા ઈન્ડિયાના ચીફ સેલ્સ અને બિઝનેસ ઓફિસર, મ્યુંગ-સિક સોહને જણાવ્યું હતું કે, “થોડા મહિના પહેલા લોન્ચ કરાયેલ નવા સોનેટને અમારા નવા યુગના ગ્રાહકો તરફથી નવા અપડેટ સાથે સારો પ્રતિસાદ મળ્યો છે. અને અમે સનરૂફ અને કનેક્ટેડ ટેલલેમ્પ્સ જેવી પ્રીમિયમ સુવિધાઓને અમારા એન્ટ્રી અને મિડ-વેરિયન્ટ બાયર્સ માટે વધુ સુલભ બનાવવાનું લક્ષ્ય રાખીએ છીએ.”
“આ અપડેટ દરેક કિંમતે હાઈ કવલોલિટી ફીચર્સ પ્રદાન કરવા માટેના અમારા કમિટમેન્ટને રેખાંકિત કરે છે. ઇન્ડસ્ટ્રી રિચર્સ મુજબ સોનેટ તેના સેગમેન્ટમાં સૌથી ઓછો મેઈંટેઈંન્ટ્સ કોસ્ટ પણ ધરાવે છે , જેણે સોનેટની એકંદર અપીલમાં વધારો કર્યો છે અને અમારા ગ્રાહકોની વિકસતી જરૂરિયાતોને પૂર્ણ કરે છે.”