લોકસભા ચૂંટણી ૨૦૨૪ : સીઆર પાટીલે પેજ પ્રમુખોને આપી આવી સલાહ

સીઆર પાટીલે કાર્યકરોને ૨૦૨૨ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જેમ પેજ સમિતિઓના જાદુનું પુનરાવર્તન કરવા કહ્યું. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા કલ્પના કરાયેલ ‘પેજ પ્રમુખ’નો પ્રથમ પ્રયોગ ૨૦૦૭ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન કરવામાં આવ્યો હતો.

લોકસભા ચૂંટણી 2024 : સીઆર પાટીલે પેજ પ્રમુખોને આપી આવી સલાહ

લોકસભાની ચૂંટણી પહેલા મતદારોમાં મજબૂત પગપેસારો સુનિશ્ચિત કરવા માટે ગુજરાત બીજેપીના પ્રમુખ સી.આર. પાટીલે ‘પેજ પ્રમુખ’ (મતદાર યાદીના એક પેજના પ્રભારી) અને ‘બૂથ પ્રમુખો’ને બોલાવ્યા છે, જેઓ મતદાન મથકની સંભાળ રાખે છે. પોતાના વિસ્તારોમાં જ્યાં ભાજપને વધારે સમર્થન નથી ત્યાં અને મતોને સકારાત્મકમાં રૂપાંતરિત કરવાની જવાબદારી સોંપી છે.

પાટીલે બુધવારે રાત્રે સુરત શહેરમાં બૂથ પ્રમુખો અને પેજ પ્રમુખોની વિશાળ સભાને સંબોધતા કાર્યકરોને ‘પેજ’ સમિતિઓના જાદુને પુનરાવર્તિત કરવા જણાવ્યું હતું, જે છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં જોવા મળ્યું હતું. જ્યાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ ૧૮૨ માંથી ૧૫૬ બેઠકો પર જીત મેળવી હતી.

તેમણે કહ્યું કે હું આ જીતથી બહુ ખુશ નથી, કારણ કે હજુ એવી ૨૦ બેઠકો છે, જ્યાં ભાજપ ૫,૦૦૦ થી ઓછા મતોના માર્જિનથી ચૂંટણી હારી ગઈ હતી. જો પેજ પ્રમુખ સમિતિ દ્વારા વધારાનું કામ કરવામાં આવ્યું હોત, તો આપણે હજુ વધારે ચોક્કસપણે ૨૦ બેઠકો જીતી શક્યા હોત અને આપણી કુલ બેઠકો ૧૭૨ પર પહોંચી ગઈ હોત. તેમણે પક્ષના કાર્યકરોને આમાંથી પાઠ શીખવા કહ્યું છે.

ભાજપના સૂત્રોએ જણાવ્યું હતું કે ૨.૩૦ લાખથી વધુ મતદારો ધરાવતી વિધાનસભા બેઠકમાં ૨૦૦ થી વધુ બૂથ છે અને દરેક બૂથમાં ૩૦ પેજ સમિતિઓ છે. દરેક પેજ સમિતિ મતદાર યાદીના એક પેજનો પ્રભારી હોય છે, જેમાં ૩૦ મતદારોના નામ હશે અને તેમાંથી એકને અધ્યક્ષ બનાવવામાં આવે છે અને અન્ય ચારને સભ્ય બનાવવામાં આવે છે. પેજ પ્રમુખે એ સુનિશ્ચિત કરવાનું રહેશે કે ચૂંટણીના દિવસે તેમની યાદીમાંના તમામ મતદારો મતદાન મથકો પર જાય અને તેમના મતાધિકારનો ઉપયોગ કરે.

પાટીલે સભામાં કહ્યું કે અમારે પેજ કમિટીના સભ્યોને કહેવા માંગીએ છીએ કે તમારી યાદીના મતદારોએ પીએમ નરેન્દ્ર મોદીને મત આપવો જોઈએ અને તેમને ચૂંટવા જોઈએ. પછી ભલે તેઓ સ્થાનિક ભાજપના ઉમેદવારથી નારાજ હોય.”

પાટીલે કહ્યું કે પાર્ટીને આગામી લોકસભા ચૂંટણી માટે બૂથ પર તેના મજબૂત ૭૪ લાખ પેજ કમિટીના સભ્યોની સાથે-સાથે બૂથો પર વૃદ્ધો અને શારીરિક રીતે અક્ષમ લોકો સાથે ફરીથી જોડાવાની જરૂર છે અને ખાતરી કરવી જોઈએ કે, તેઓ મતદાનના દિવસે તેમના મતાધિકારનો ઉપયોગ કરે.

‘પેજ પ્રમુખ’ અવધારણા

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા કલ્પના કરાયેલ ‘પેજ પ્રમુખ’ ખ્યાલનો ઉપયોગ ૨૦૦૭ ની ગુજરાત વિધાનસભા ચૂંટણી દરમિયાન મતદાર યાદીના દરેક પેજ પર મતદારો સાથે મજબૂત જોડાણ સ્થાપિત કરવા માટે કરવામાં આવ્યો હતો. તેનો વધુ ઉપયોગ ૨૦૧૯ ની લોકસભા ચૂંટણી દરમિયાન કરવામાં આવ્યો હતો.

પાટીલે વધુમાં જણાવ્યું હતું કે સુરત અને નવસારી લોકસભા બેઠકોમાં ૨.૫ લાખ ડબલ મતદારો છે અને બૂથ પ્રમુખો અથવા પેજ પ્રમુખને આવા મતદારોનો સંપર્ક કરવાનુ સૂચન કર્યું. તેમને એક બેઠક પરથી તેમનુ નામ હટાવવા માર્ગદર્શન કરવાનું જાગૃત કરવાનું કહ્યું કારણે કે બે બેઠકો પર નામ નોંધણી રાખવી ગુનો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *