ઉનાળામાં મખાનાનું સેવન સ્વાસ્થ્ય માટે અસરકારક સાબિત થાય છે. ગરમીમાં શરીરને ઠંડુ રાખવાની સાથે સાથે વેટ લોસ અને કબજિયાત દૂર કરવામાં પણ ઉપયોગ છે.

ડ્રાયફ્રૂટ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી છે. શિયાળામાં શરીરને ગરમ રાખવા માટે લોકો મોટાભાગે ડ્રાયફ્રૂટનું સેવન કરે છે અને ગરમીમાં અવગણે છે. તમે જાણો છો કે શિયાળામાં ડ્રાયફ્રૂટનું સેવન માત્ર સ્વાસ્થ્ય માટે જ ઉપયોગી નથી, પરંતુ ઉનાળામાં ડ્રાયફ્રૂટનું સેવન સ્વાસ્થ્ય માટે પણ અસરકારક સાબિત થાય છે. સુકામેવામાં મખાના એક એવુ ડ્રાયફ્રૂટ છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. ઉનાળામાં આ ડ્રાયફ્રૂટનું સેવન કરવાથી શરીરમાં ગરમી વધતી નથી પરંતુ શરીર ઠંડુ રહે છે.
મખાના ઉનાળામાં શરીરને ઠંડુ રાખશે
મખાના એ એક હળવો નાસ્તો છે જેને આપણે ડ્રાયફૂટ્સના રૂપમાં ખાઈ શકીએ છીએ. આયુર્વેદ અનુસાર મખાના ત્રિ- દોષપૂર્ણ છે, એટલે કે તે વાત અને પિત્ત દોષને સંતુલિત કરે છે કારણ કે તે શરીરમાં ભેજ વધારે છે અને શરીરને ઠંડુ રાખે છે. જે લોકોનું વજન વધારે હોય છે તેઓ ઉનાળામાં મખાનાનું સેવન કરે તો શરીરની ચરબી સરળતાથી ઘટાડી શકે છે.
મખાનાના પોષક તત્વો
મખાનામાં રહેલા પોષક તત્વોની વાત કરીએ તો તેમાં પ્રોટીન અને ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે અને ચરબી ઓછી હોય છે. ૧૦૦ ગ્રામ મખાના માંથી લગભગ ૩૪૭ કેલરી ઊર્જા મળે છે. મખાનામાં લગભગ ૯.૭ ગ્રામ પ્રોટીન અને ૧૪.૫ ગ્રામ ફાઇબર હોય છે. મખાના કેલ્શિયમનો ખૂબ જ સારો સ્ત્રોત છે. તેમાં મેગ્નેશિયમ, પોટેશિયમ અને ફોસ્ફરસ પણ સારી માત્રામાં હોય છે. કેટલાક વિટામિન્સ મખાનામાં ઓછી માત્રામાં હોય છે. મુઠ્ઠીભર મખાના તમને આખો દિવસ ઉર્જા આપી શકે છે. હવે સવાલ એ ઉભો થાય છે કે ઉનાળામાં મખાનાનું સેવન કરવું કેટલું યોગ્ય છે અને તેનાથી સ્વાસ્થ્યને કેવી રીતે ફાયદો થઈ શકે છે.
ઉનાળામાં મખાના ખાવાના ફાયદા?
મખાના એક ડ્રાયફ્રૂટ છે જેની તાસીર ઠંડી હોય છે, તેથી ઉનાળામાં તેનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક છે. ઠંડી તાસીર ધરાવતા મખાના ઉનાળામાં શરીરને ઠંડુ રાખે છે. જો તેને નાસ્તા તરીકે ખાવામાં આવે તો તેનાથી સ્વાસ્થ્યને ઘણો ફાયદો થાય છે. ઉનાળામાં, તમે મખાનાને શેકીને અથવા સાદા મખાનાનું સેવન કરી શકો છો.
વજન ઘટાડવામાં મખાનાનું સેવન કેવી રીતે અસરકારક છે?
મખાનાનું સેવન સારી હેલ્થ ઉપરાંત વજન ઘટાડવામાં ખૂબ જ અસરકારક સાબિત થાય છે. મખાનામાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે જેમાં કેલ્શિયમ, ફાઈબર, પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ જેવા પોષક તત્વો હોય છે, જે શરીર માટે હેલ્ધી હોય છે. આ ડ્રાયફ્રૂટ વજન ઘટાડવામાં જાદુઈ અસર કરે છે. તેનું સેવન કરવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે. મખાનાનું સેવન પેટની ચરબી ઘટાડવામાં ખૂબ જ અસરકારક છે, તે ચરબીને ઝડપથી ઘટાડે છે. મખાના ફાઇબરનો ઉત્તમ સ્ત્રોત છે, તે ખાધા પછી ભૂખ ઘટાડે છે. ઉનાળામાં વજન કંટ્રોલ કરવા માટે તમે રોજ મખાનાનું સેવન કરી શકો છો.
મખાના કબજિયાતને કેવી રીતે દૂર કરે છે?
મખાનાનું સેવન કબજિયાતને દૂર કરવામાં પણ અસરકારક છે. ફાઇબરથી ભરપૂર મખાના પેટને સાફ કરે છે અને કબજિયાતને દૂર કરે છે. જો મખાનાનું સેવન મર્યાદિત માત્રામાં કરવામાં આવે તો પાચન ક્રિયા બરાબર થાય છે, કબજિયાત દૂર થાય છે અને એસિડિટીમાં પણ રાહત