બ્રિટનના સમાચાર પત્રએ આતંકવાદીઓની હત્યા મુદ્દે ભારત સામે આંગળી ચિંધ્યા બાદ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ભારત સરકારના સ્પષ્ટ એજન્ડાનો ઉલ્લેખ કરી બ્રિટનના સમાચાર પત્રની સાથે પાકિસ્તાનને પણ જડબાતોડ જવાબ આપી દીધો છે.
રાજનાથ સિંહે કહ્યું કે, ‘જો આતંકવાદી ઓ ભારત માં શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરશે અથવા આતંકવાદી પ્રવૃત્તિને અંજામ આપશે તો તેમને જડબાતોડ જવાબ અપાશે. જો તેઓ પાકિસ્તાન ભાગી જશે તો ભારત પડોશી દેશમાં ઘૂસીને તેને ઠાર કરશે.
‘ભારત પાસે સરહદ પાર આતંકવાદ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની તાકાત છે અને પાકિસ્તાનનો તેનો અહેસાસ થવા લાગ્યો છે.’ તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટિપ્પણીનું સમર્થન કરતા કહ્યું કે, ભારત મૂક દર્શક બનીને નહીં બેસે. વડાપ્રધાને જે પણ કહ્યું છે કે, સંપૂર્ણ સત્ય છે અને ભારત પાસે તે તાકાત છે અને પાકિસ્તાનને પણ તેનો અહેસાસ થવા લાગ્યો છે.’
ભારત પડોશી દેશો સાથે હંમેશા સંબંધો વિકસાવવા ઈચ્છે છે. ભલે ગેમે તે હોય, તે આપણો પડોશી દેશ છે. ઈતિહાસ જોઈ લો, અમે આજ સુધી વિશ્વના કોઈપણ દેશ પર હુમલો કર્યો નથી અને કોઈની એક ઈંચ જમીન પર કબ્જો કરવાનો પણ પ્રયાસ કર્યો નથી. ભારતની આ જ પ્રકૃતિ છે. પરંતુ જો કોઈ ભારત પર વારંવાર ગુસ્સેથી આંખો દેખાડશે તો અમે પણ ચુપ નહીં બેસીએ, અમને તેમને નહીં છોડીએ.’
બ્રિટન ના સમાચાર પત્ર ‘ધ ગાર્જિયન’ના રિપોર્ટમાં દાવો કરાયો હતો કે, ભારતીય ગુપ્તચર એજન્સીઓએ ૨૦૧૯ બાદ રાષ્ટ્રીય સુરક્ષા અભિયાન હેઠળ પાકિસ્તાનમાં આતંકવાદીઓની હત્યા કરી છે.