સમર ડાયેટ: ગરમી, થાક, કબજિયાતમાં આપી શકે રાહત, જાણો

સેલિબ્રિટી ન્યુટ્રિશનિસ્ટ રુજુતા દિવેકરના તાજેતરમાં ઉપાય ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો, જે આરબ દેશોમાં સામાન્ય રીતે ગરમીથી બચવા માટેજ નહિ પરંતુ કબજિયાતને પણ દૂર કરવામાં સેવન કરવામાં આવે છે.

ઉનાળા ની શરૂઆત થઇ ગઈ છે. ગરમી દિવસેને દિવસે વધતી રહી છે ત્યારે લોકો ઠંડક અને હાઇડ્રેટેડ રહેવાની અનેક ઉપાય કરે છે. પરંતુ એનાથી થોડી અલગ ટિપ્સ અને ટ્રિક્સ શેર કરી છે, સેલિબ્રિટી ન્યુટ્રિશનિસ્ટ રુજુતા દિવેકરના લેટેસ્ટ ઉપાય ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો, જે આરબ દેશોમાં સામાન્ય રીતે ગરમીથી બચવા માટેજ નહિ પરંતુ કબજિયાતને પણ દૂર કરવામાં સેવન કરવામાં આવે છે. અહીં જાણો,

દિવેકર પોસ્ટના કેપ્શનમાં લખ્યું હતું કે, “ઉનાળામાં આવે એટલે તાપમાનમાં વધારો થાય છે, તેથી ગરમીમાંથી રાહત મેળવવા એક સરળ રેસીપી છે. અરબ દેશોમાં એક પરંપરા છે કે કાળઝાળ ગરમીમાં પેટને ઠંડુ રાખવા, ગરમીના થાક અને કબજિયાતને દૂર રાખવા માટે આ રેસિપી દ્વારા તમારો રમઝાનનો ઉપવાસ તોડો. જે દહીં, જીરા અને બ્લેક સોલ્ટ સાથે ખજૂર એકસાથે મિક્ષ કરી બનાવામાં આવે છે”

ખજૂર રાયતું બનાવવાની રીત

સામગ્રી

  • દહીં
  • ખજૂર ૩૦ મિનિટ માટે પાણીમાં પલાળી
  • બ્લેક સોલ્ટ
  • શેકેલી જીરું પાવડર

ખજૂર રાયતું બનાવવાની રીત

  • એક બાઉલમાં દહીંને સારી રીતે મિક્ષ કરો.
  • પલાળેલી ખજૂરને દહીંમાં મિક્ષ કરો.
  • હવે પ્રોપર મિક્ષ કર્યા પછી તેમાં બ્લેક સોલ્ટ ઉમેરી ફરી મિક્ષ કરો.
  • તાજું શેકેલું જીરું પાવડર ઉમેરો. ફરી મિક્સ કરો, અને તમારું ખજૂર રાયતું તૈયાર છે.

ઉનાળામાં ‘ખજૂર રાયતું’ ખાવાનું ફાયદા

  • જો વાળ કરવાની સમસ્યા હોય તો આ રાયતું અસરકારક સાબિત થઇ શકે છે.
  • પીરિયડ્સ પહેલા, લો મૂડ, PMS જેવી પ્રોબ્લમમાં રાહત આપવામાં મદદ કરી શકે છે.
  • જો એનેમીયા હોય તો હિમોગ્લોબિનનું સ્તર જાળવવા માટે આ ફાયદારૂપ હોઈ શકે છે.
  • આ ઉપરાંત ‘ખજૂર રાયતું’ ગેસ, એસિડિટી અને પેટનું ફૂલવું (bloating) જેવી હેલ્થ ઈશ્યુ હોય તો તેનું સેવન ફાયદારૂપ છે.

”ખજૂર રાયતા” અંગે હેલ્થ એક્સપર્ટએ શું કહ્યું?

દિલ્હીની સીકે ​​બિરલા હોસ્પિટલના ગેસ્ટ્રોએન્ટેરોલોજી વિભાગના ડૉ. વિકાસ જિન્દાલે જણાવ્યું હતું કે, ”ખજૂર રાયતાના ઘણા સ્વાસ્થ્ય ફાયદા છે ત્યારે આ ચોક્કસ પરિસ્થિતિઓમાં તેની અસરનો વૈજ્ઞાનિક પુરાવો નથી.”

ડો જિંદાલે જણાવ્યું હતું કે, “ખજૂર માત્ર કાર્બોહાઇડ્રેટ્સથી સમૃદ્ધ નથી પણ પોષક તત્ત્વો અને ફાઇબરથી પણ ભરપૂર છે જે ભૂખ કંટ્રોલ કરે છે. આ પાચનમાં મદદ કરી શકે છે અને કબજિયાતમાં મદદ કરી શકે છે. જો કે, ફળ અને શાકભાજી સાથેનો સંતુલિત આહાર વધુ અસરકારક છે.”

ડૉ. જિન્દાલે સ્પષ્ટ કર્યું કે ”ખજૂરમાં એનર્જીનું પ્રમાણ વધુ હોય છે, ૧૦૦ ગ્રામ ખજૂરમાં લગભગ ૩૧૪ કિલોકૅલરી ઊર્જા હોય છે, તે તમારી એનર્જી ટકાવી રાખે છે. જ્યારે આ ઉર્જાનો મોટો ભાગ શર્કરા (જેમ કે ફ્રુક્ટોઝ અને ગ્લુકોઝ) ના રૂપમાં હોય છે, ત્યારે તેમાં પુષ્કળ પ્રમાણમાં ફાઇબર હોય છે અને ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે. આનો અર્થ એ છે કે એક સમયે ૨-૩ ખજૂર ડાયાબિટીસના દર્દીઓ માટે સલામત છે.”

રાયતામાં દહીં પ્રોબાયોટીક્સ પ્રદાન કરે છે, જે આંતરડાના સ્વાસ્થ્યમાં ફાળો આપી શકે છે, પરંતુ એસિડિટી પર તેની અસરની પુષ્ટિ કરવા માટે વધુ સંશોધનની જરૂર છે. ડૉ. જિંદાલે જણાવ્યું હતું કે “ખજૂર અને દહીં આવશ્યક પોષક તત્ત્વો આપે છે, પરંતુ વાળ ખરવા સાથે તેમનું જોડાણ અનિર્ણિત છે, જ્યારે આ રાયતા વ્યક્તિના આહારમાં તંદુરસ્ત ઉમેરો હોઈ શકે છે.”

ડૉ. જિંદાલે ઉમેર્યું કે, ”જો કોઈ વ્યક્તિ આ સમસ્યાઓ અનુભવી રહી હોય, તો તેણે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ કારણ કે તેઓ કારણનું નિદાન કરી શકે છે”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *