એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે દુર્ગેશ પાઠકને દારૂ કૌભાંડમાં સમન્સ પાઠવ્યું છે. પાઠકને પણ સોમવારે બોલાવવામાં આવ્યા હોવાનું એક અધિકારીએ જણાવ્યું હતું.

EDએ AAP નેતા દુર્ગેશ પાઠકને સમન્સ પાઠવ્યું
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ આમ આદમી પાર્ટીના વધુ એક નેતાની મુશ્કેલીઓ વધવા જઈ રહી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે દુર્ગેશ પાઠકને દારૂ કૌભાંડમાં સમન્સ પાઠવ્યું છે. પાઠકને પણ સોમવારે બોલાવવામાં આવ્યા હોવાનું એક અધિકારીએ જણાવ્યું હતું. ગોવા વિધાનસભા ચૂંટણી દરમિયાન રોકડ ચૂકવણી સંબંધિત કેટલાક નિવેદનોમાં તેમનું નામ સપાટી પર આવ્યું છે. તેઓ બપોરે ઇડી ઓફિસમાં હાજર થાય તેવી શક્યતા છે.