ગુજરાતમાં ૭ મે મતદાનના દિવસે સરકારે જાહેર રજા જાહેર કરી

દેશમાં લોકસભા ૨૦૨૪ની ચૂંટણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. પહેલા ચરણનું મતદાન ૧૯ એપ્રિલના દિવસે થવાનું છે. આ વખતે પણ લોકસભા ૨૦૨૪ની ચૂંટણીનું સાત તબક્કામાં મતદાન યોજાશે. 

ગુજરાતમાં ગુજરાતની ૨૬ લોકસભા બેઠક અને વિધાનસભાની ૫ બેઠક પર પેટાચૂંટણીનું મતદાન ૭ મેએ ત્રીજા તબક્કામાં રોજ એક જ દિવસે થશે. ગુજરાત સરકારે ૭ મેના લોકસભા ૨૦૨૪ની ચૂંટણી મતદાનને લઈને રજા જાહેર કરી છે. આ રજા પેઇડ રજા રહેશે. લોકપ્રતિનિધિ અધિનિયમ, ૧૯૫૧ની ૧૩૫(B)(૧)ના આદેશથી સરકારે પરિપત્ર જાહેર કર્યો છે.

રાજ્યની અંદર આવેલી ફેક્ટરીઓ, કોમર્શિયલ સેક્ટર, બેન્કિંગ અને અન્ય ઘણાં ક્ષેત્રોમાં કામ કરતા લોકોને પેઇડ હોલીડે લાગુ પડશે. નોટિફિકેશન મુજબ, પેઇડ હોલીડેનો લાભ લોકસભા મતવિસ્તારમાં નોંધાયેલા મતદારોને મળશે, પછી ભલે તેઓ લોકસભા મતવિસ્તારની બહાર કામ કરતા હોય. લોકસભાની ૨૬ બેઠક ઉપરાંત ગુજરાત વિધાનસભાની ૨૬-વિજાપુર, ૧૦૮-ખંભાત, ૧૩૬-વાઘોડિયા, ૮૫-માણાવદર અને ૮૩-પોરબંદર એમ પાંચ વિધાનસભા મતવિસ્તારની પેટાચૂંટણીનું મતદાન પણ ૭ મેના રોજ છે. આ દિવસે સરકારે પેઇડ હોલીડે જાહેર કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *