મહિલાઓ માટે મલાસન યોગ પ્રેક્ટિસ જાદુઈ રીતે કામ કરી શકે છે. દરરોજ ૩ મિનિટ માલાસન કરો. ઘણી સમસ્યામાંથી મુકિત કરી શકે છે.
ફિટનેસ માટે ઘણાલોકો રેગ્યુલર વર્ક આઉટ કરે છે, જે ઓવરઓલ હેલ્થ માટે મહત્વનું છે. સ્ક્વોટિંગ એ એક સરળ કસરત છે, યોગ એક્સપર્ટ કહે છે કે તમારા રૂટિનમાં વર્ક આઉટ કરવાનું ચાલુ રાખવું જોઈએ, તેનાથી શારિરિક અને માનસિક રીતે સકારાત્મક અસર પડે છે. જેમ કે, ‘મલાસન યોગ’ જે ‘ગારલેન્ડ પોઝ’ તરીકે પણ જાણીતો છે. એ પોઝમાં બેસવાથી મહિલાઓને અદભુત સ્વાસ્થ્ય ફાયદા થઇ શકે છે.
યોગ નિષ્ણાત સોની સિંઘએ મહિલાઓ માટે માલસાનાના ફાયદાઓ ઇન્સ્ટાગ્રામ ઇન્સ્ટાગ્રામ પર જણાવ્યા હતા, ”આ યોગ પ્રેક્ટિસ સ્ત્રીઓ માટે જાદુઈ રીતે કામ કરી શકે છે. દરરોજ ૨ મિનિટ માલાસન કરો. સ્વસ્થ ગર્ભાશય, પેઈન ફ્રી પિરિયડ્સ, સ્ટ્રેસ અને પીઠના દુખાવામાં મદદ કરી શકે છે.
મલાસન યોગ કરવાથી મહિલાઓ ફાયદા થઇ શકે કે કેમ તે અહીં એક્સપર્ટ પાસેથી જાણો,
મલાસાના યોગ ઇન્સ્ટ્રકટર નુશ્રેયા શર્માના જણાવ્યા મુજબ ક્વાડ્રિસેપ્સ, હેમસ્ટ્રિંગ્સ, લોઅર પીઠ અને મુખ્ય સ્નાયુઓ સહિત વિવિધ સ્નાયુઓને જોડે છે અને મજબૂત બનાવે છે.
ટાઈટહિપ્સ એ સ્ત્રીઓમાં સામાન્ય ફરિયાદ છે જે લાંબા સમય સુધી બેસે છે અને માલસાનનો અભ્યાસ કરવાથી ફાયદો થઈ શકે છે. એક્સપર્ટએ કહ્યું જે “જ્યારે ટાઈટ મસલ્સના લીધે પીઠનો દુખાવો, માસિક સ્રાવ દરમિયાન અગવડતા વગેરે તરફ દોરી શકે છે, આ ઉપરાંત ચાલવામાં તકલીફ પણ થઇ શકે છે. માલસાના હિપ્સ અને આસપાસના સ્નાયુઓને નરમાશથી ખેંચે છે, વધુ લવચીકતા આપે છે.”
વધુમાં, આ પોઝ પેલ્વિક ફ્લોર સ્નાયુઓને પણ નિશાન બનાવે છે. શર્માએ જણાવ્યું હતું કે, “આ સ્નાયુઓને મજબૂત બનાવવાથી મૂત્રાશયના નિયંત્રણમાં સુધારો થઈ શકે છે, પેલ્વિક ઓર્ગન પ્રોલેપ્સનું જોખમ ઘટાડી શકાય છે અને જાતીય સ્વાસ્થ્યમાં સુધારો થાય છે.”
આ ઉપરાંત મલાસન યોગ પાચનમાં પણ મદદ કરી શકે છે. આ પોઝ ડિટોક્સિફિકેશનમાં મદદ કરી શકે છે, શરીરને કચરો અને ઝેર દૂર કરવામાં મદદ કરી શકે છે, જેનાથી પાચન સમસ્યાઓ દૂર થાય છે.
જો કે, નિષ્ણાત ચોક્કસ વ્યક્તિઓને આ પોઝની પ્રેક્ટિસ કરવાનું ટાળવાની સલાહ આપે છે. એક્સપર્ટે કહ્યું “જો તમને પીઠ, હિપ, ઘૂંટણ, પગ અથવા પગની ઘૂંટીમાં ઇજાઓ હોય, તો મલાસન કરવાનું ટાળો.”
મલાસન પ્રેક્ટિસ કેવી રીતે કરશો?
- સાદડી પર તમારા પગ ખભા-પહોળાઈને અલગ રાખીને ઊભા રહીને શરૂઆત કરો.
- તમારા અંગૂઠાને સહેજ બહારની તરફ કરો. પગની આ સ્થિતિ ઊંડે બેસવાનું સરળ બનાવશે.
- શ્વાસ લો અને ઘૂંટણ વાળો અને સ્ક્વોટ પોઝિશનમાં આવવા માટે હિપને નીચે કરો.
- નીચે બેસતી વખતે, તમારા ઘૂંટણને તમારા હિપની પહોળાઈ કરતા પહોળા કરો.
- એકવાર તમે ઊંડો સ્ક્વોટ કરી લો, પછી તમારી હથેળીઓને તમારી છાતી સમક્ષ પ્રાર્થનાની સ્થિતિમાં (નમસ્તે) એકસાથે લાવો. આ પોઝ ધ્યાન કરતા હોવ એવું લાગશે.
- તમારી કરોડરજ્જુને શક્ય તેટલી સીધી રાખો અને તમારા ખભાને હળવા અને તમારા કાનથી દૂર રાખો.
- તમારી હિપ ફ્લોર તરફ જવી જોઈએ. લગભગ પાંચ શ્વાસો સુધી પોઝ રાખો.
- ધીમે ધીમે પગ સીધા કરીને પોઝમાંથી બહાર આવો. આ પછી ફોરવર્ડ ફોલ્ડ કરી શકાય છે.
જો તમે હજુ યોગ પહેલી વાર કરી રહ્યા છો અથવા નવા છો તો યોગ્ય યોગ એક્સપર્ટના માર્ગદર્શન હેઠળ કરો. એક્સપર્ટે કહ્યું ”તમારા શરીરને શું અનુકૂળ છે તે જાણવું ખુબજ જરૂરી છે.જો તમને કોઈ દુખાવો અથવા અસ્વસ્થતા અનુભવાય, તો પ્રેક્ટિસ ન કરો અને હેલ્થકેર પ્રોફેશનલની સલાહ લો.”