આજે સવારેટીએમસી ના નેતાઓ ફરી દિલ્હીના મંદિર માર્ગ પોલીસ સ્ટેશનની બહાર ધરણા પર બેઠા.

કેન્દ્રીય એજન્સીઓ સામે પોલીસ સ્ટેશન બહાર ટીએમસી નેતાઓનો વિરોધ
કેન્દ્રીય ચૂંટણી પંચે લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી હતી અને ત્યારથી સમગ્ર દેશમાં આદર્શ આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. દરમિયાન ચૂંટણી પંચમાં આચારસંહિતા ભંગની ફરિયાદો સતત આવી રહી છે. આ દરમિયાન ટીએમસી કેન્દ્રીય તપાસ એજન્સીઓ સામે રસ્તા પર ઉતરી આવી છે. પાર્ટીના નેતાઓ ૧૮ કલાકથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. મંગળવારે એટલે કે આજે સવારે ટીએમસીના નેતાઓ ફરી દિલ્હીના મંદિર માર્ગ પોલીસ સ્ટેશનની બહાર ધરણા પર બેઠા.