રાજ્યમાં ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. અને અત્યારથી જ લોકોએ હાય ગરમીની બૂમ મચાવવાનું શરૂ કરી દીધું છે.
હજુ તો ઠંડીને ગયે સમય પણ નથી વીત્યો ત્યાં જ ધોમધખતો ઉનાળો આવી પહોંચ્યો છે. તેવામાં આગામી સમયમાં કાળઝાળ ગરમીમાં શેકાવા તૈયાર રહેજો, કેમ કે માર્ચની શરૂઆતમાં જ તાપમાન 38 ડિગ્રીએ પહોંચી ગયું છે. અને થોડી રાહતની વાત એ છે કે આગામી બે દિવસ તાપમાન યથાવત રહેશે.
તેમજ આ વર્ષે ઉનાળો આકરો રહેવાની સંભાવના છે. કેમ કે, મે મહિનામાં 43થી 45 ડિગ્રી તાપમાન પહોંચશે તેવું અનુમાન કરવામાં આવી રહ્યું છે. સતત જંગલોમાં થઈ રહેલો ઘટાડો અને ઔદ્યોગિક એકમોમાં વધારા ઉપરાંત વાહનોની વધતી સંખ્યા સહિત ગ્લોબલ વોર્મિંગ સહિતનાં અનેક કારણોને કારણે સતત દુનિયાનું તાપમાન વધી રહ્યું છે. અને જેમ જેમ સમય પસાર થતો જાય છે તેમ તેમ ગરમીમાં વધારો થઈ રહ્યો છે.