‘ભાજપ સરકારમાં એક લાખ ખેડૂતોએ કર્યું સુસાઈડ’

પ્રિયંકા ગાંધીએ જણાવ્યું કે સરકાર બનશે તો શું કરશે કોંગ્રેસ…

Article Content Image

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ખેડૂતો મુદ્દે ભાજપ પ્રહાર કર્યા છે. પ્રિયંકાએ આજે કહ્યું કે, ‘ભાજપના નેતૃત્વ વાળી એનડીએ સરકારમાં એક લાખથી વધુ ખેડૂતોએ સુસાઈડ કર્યું છે. ખેડૂતોની ન તો આવક બેગણી થઈ અને ન તો એમએસપી અપાયું. તેમણે વાયદો કર્યો કે કોંગ્રેસની સરકાર બનશે તો ન માત્ર એમએસપીની ગેરેન્ટી આપીશું, પરંતુ ખેડૂતો માટે દેવામાફી પણ થશે.’

દેશમાં લોકસભા ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે. આ સમયે તમામ પક્ષ પોતપોતાના ચૂંટણી ઢંઢેરાઓમાં ખેડૂતો માટે અનેક વાયદાઓ કરી રહ્યા છે. એવો જ વાયદો કોંગ્રેસે પણ કર્યો છે, જેમણે કહ્યું કે, ‘તેઓ ખેડૂતોને એમએસપીની કાયદાકીય ગેરેન્ટી આપવાના છે. અહીં મહત્વની વાત એ છે કે પંજાબ-હરિયાણા બોર્ડર પર પ્રદર્શન કરનારા ખેડૂતોની માંગ પણ એ જ છે. તેઓ સરકારથી સતત માગ કરી રહ્યા છે કે તેમને પાકો પર એમએસપીની કાયદાકીય ગેરેન્ટી આપવામાં આવે.’

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પ્રિયંકા ગાંધીએ આરોપ લગાવ્યો કે ભાજપે ખેડૂતોના દેવા માફ ન કર્યા, પરંતુ ઉદ્યોગપતિઓના લાખો કરોડ રૂપિયા માફ થયા છે. તેમણે X પર લખ્યું કે, ‘આજે દેશમાં દરરોજ ૩૦ ખેડૂતો આત્મહત્યા કરે છે. ભાજપ રાજમાં ૧ લાખથી વધુ ખેડૂતોએ આત્મહત્યા કરી લીધી. કૃષિમાં ઉપયોગ થનારી જરૂરી વસ્તુઓ અને ઉપકરણો પર જીએસટી વસૂલવામાં આવે છે.’

કોંગ્રેસ મહાસચિવે આરોપ લગાવ્યો કે, ‘૧૦ વર્ષમાં ન ખેડૂતોને એમએસપી મળી, ન આવક બેગણી થઈ. દેવામાં ડૂબેલા ખેડૂતોનો એક પૈસો માફ ન થયો, પરંતુ કેટલાક ઉદ્યોગપતિઓ ૧૬ લાખ કરોડ માફ કરી દીધા.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *