સવારનો નાસ્તો, નિયમિત પીરિયડ્સ આવતા હોય તેવી સ્ત્રીઓ, જેઓ સ્ટ્રેસફૂલ જોબ કરે છે અને ઓછી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોએ ક્યારેય સ્કિપ કરવો જોઈએ નહીં.
સવારના નાસ્તા નું મહત્વ તો તમને ખબરજ હશે! પરંતુ સવારે જયારે આપણી પાસે ટાઈમ ઓછો હોય છે ત્યારે ઘણીવાર આપણે બ્રેકફાસ્ટ સ્કિપ કરવાની ભૂલ કરીયે છીએ, છે. અહીં બ્રેકફાસ્ટના અસંખ્ય ફાયદા વિષે એક્સપર્ટ કહે છે..
લિબ્રિટી ન્યુટ્રિશનિસ્ટ રૂજુતા દિવેકરે એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં શેર કર્યું કે, ”બાળકો, અનિયમિત પીરિયડ્સ આવતા હોય તેવી સ્ત્રીઓ, જેઓ સવારના વર્કઆઉટ કરે છે, જેઓ સ્ટ્રેસફૂલ જોબ કરે છે અને ઓછી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોએ ક્યારેય નાસ્તો સ્કિપ કરવો જોઈએ નહીં.”
એક્સપર્ટે કહ્યું, ”તેનો અર્થ એ નથી કે બ્રેકફાસ્ટમાં તમે કોઈપણ ખોરાક ખાવી લેવો જોઈએ. બ્રેકફાસ્ટ હંમેશા ગરમ, ફ્રેશ અને ઘરે બનેલો હવો જોઈએ. “ભારતમાં જે રાજ્યો તેમના નાસ્તા માટે જાણીતા છે ત્યાં લોકોનું આયુષ્ય વધુ હોય છે. જેમ કે કેરળ, જમ્મુ અને કાશ્મીર, પંજાબ, મહારાષ્ટ્ર. સાઉથમાં ઈડલી અથવા કેરળમાં અપ્પમ, કાશ્મીરી બ્રેડ અથવા નૂનચાઈ, પંજાબના પરાઠા અને મહારાષ્ટ્રના પોહા જાણીતા અને વ્યાપકપણે ખાવામાં આવે છે.”
સવારના નાસ્તાના ફાયદા
- પૌષ્ટિક નાસ્તો કરવાથી માત્ર આયુષ્ય નથી વધતું પણ અન્ય ફાયદાઓ પણ છે.
- બ્રેકફાસ્ટ કરવાથી દિવસ દરમિયાન માથાનો દુખાવો અને એસિડિટી અટકે છે
- ખાસ કરીને ઓછા વિટામિન B૧૨, વિટામિન ડી અને આયર્ન ધરાવતા લોકો માટે મહત્વપૂર્ણ છે.
- તમારું કોર્ટિસોલ લેવલ સંતુલિત સ્થિતિમાં રહે છે એટલે કે તણાવ ઘટાડવામાં મદદ કરે છે.
- નાસ્તો કર્યા પછી દિવસ દરમિયાન ઓવરઈટિંગ અટકાવે છે.
- ચા, કોફી, સિગારેટ અને ચોકલેટ જેવા ચીજોનું સેવન કરવાની જરૂરિયાત ઘટાડે છે.
- આંતરડાના ગુડ બેક્ટેરિયાના વિકાસમાં વધારો કરે જેથી પાચનતંત્ર સુધરે છે.
પરંતુ જો તમારે વહેલું બહાર જવાનું હોય અને સમય ન હોય તો સવારે નાસ્તો બનવાનો ટાઈમ રહેતો નથી તો ઝડપી બને એવા નાસ્તા તૈયાર કરવા જોઈએ.