ઈરાન ઇઝરાયલ પર કોઈ પણ સમયે હુમલો કરી શકે છે

જો બાઈડેનનો દાવો, ભારતનું વલણ શું રહેશે ?

મધ્ય પૂર્વમાં તણાવ સતત વધી રહ્યો છે, એક તરફ ઇઝરાયલ ગાઝા પર સતત હુમલા કરી પેલેસ્ટીનિયન નાગરીકોની હત્યા કરી રહ્યું છે, ટીકા છતાં ઇઝરાયલે હુમલા ચાલું રાખ્યા છે. ત્યારે ઈરાન ઇઝરાયલ પર કોઈ પણ સમયે હુમલો કરી શકે છે. જેના કારણે પરિસ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે. યુએસ રાષ્ટ્રપતિ જો બાઈડેને પણ આ અંગે ચેતવણી આપી છે. જો બાઈડેને કહ્યું છે કે ઈરાન ઈઝરાયેલ પર હુમલો કરવાની તૈયારી કરી રહ્યું છે.

અમેરિકના એક પ્રમુખ અખબારના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે ઈરાન આગામી બે દિવસમાં કોઈ પણ સમયે ઈઝરાયેલ પર હુમલો કરી શકે છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ઈઝરાયેલ પર ડ્રોન અને મિસાઈલ હુમલાની તૈયારી ચાલી રહી છે. આવી સ્થિતિમાં ભારત, અમેરિકા અને ફ્રાન્સ સહિત છ દેશોએ તેમના નાગરિકો માટે ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી છે અને બંને દેશોની યાત્રા ટાળવા કહ્યું છે.

૧ એપ્રિલના રોજ ઇઝરાયેલે સીરિયાની રાજધાની દમાસ્કસમાં ઈરાનના દુતાવાસ પર હુમલો કરી ઈરાની સેનાના ટોચના જનરલ અને અન્ય છ સૈન્ય અધિકારીઓની હત્યા કરી હતી. ઈરાન હવે આ હુમલાનો બદલો લેવા માટે ઇઝરાયલ પર હુમલાની તૈયારી કરી રહ્યું છે.

જો બાઈડેને પૂછવામાં આવ્યું કે ઈરાન ઈઝરાયેલ પર હુમલો ક્યારે કરશે, તેમ ણે પત્રકારોને જણાવ્યું કે, “હું વિગતોમાં જવા માંગતો નથી, પરંતુ એવી શક્યતા છે કે ઈરાન શક્ય તેટલી વહેલી તકે ઈઝરાયેલ પર હુમલો કરશે.”

જો બાઈડેને ઈરાનને ઈઝરાયેલ પર હુમલો ન કરવાની અપીલ કરી છે. યુસએની એક ન્યુઝ ચેનલ અહેવાલ મુજબ, જ્યારે વ્હાઇટ હાઉસમાં પત્રકારોએ બિડેનને પૂછ્યું કે શું અમેરિકન સૈનિકો જોખમમાં છે? ત્યારે બાઈડેને કહ્યું કે અમેરિકા ઈઝરાયેલના સંરક્ષણ માટે સમર્પિત છે. અમે ઇઝરાયેલને સમર્થન આપીશું, અમે ઇઝરાયેલના બચાવમાં મદદ કરીશું અને ઇરાન તેની યોજનાઓમાં સફળ નહીં થાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *