આજથી ૨ દિવસ હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. કમોસમી વરસાદને લઈ ખેડૂતોનો જીવ પડીકે બંધાયો છે. વરસાદનાં કારણે તાપમાનમાં ૩ ડિગ્રીનો ઘટાડો થશે.
રાજ્યમાં ફરી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આજથી બે દિવસ રાજ્યનાં કેટલાક જીલ્લાઓમાં હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. વરસાદની આગાહી વચ્ચે લોકોને ગરમીથી રાહત મળશે.
આજે આણંદ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે દક્ષિણ ગુજરાતનાં નવસારી, વલસાડ, દમણમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી. જ્યારે સૌરાષ્ટ્રનાં અમરેલી, ભાવનગર, સુરત, ભરૂચમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
૧૪ એપ્રિલનાં રોજ વલસાડ, સુરત, ભરૂચ, નવસારી, ભાવનગર, ગીર સોમનાથમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
૧૫ એપ્રિલ નાં રોજ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર તેમજ દાહોદ જીલ્લામાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
આગામી ૨ દિવસ કમોસમી વરસાદને કારણે તાપમાનમાં ૩ ડિગ્રીનો ઘટાડો થશે. તો રાજ્યનાં કેટલાક જીલ્લામાં આકરો તાપ અનુભવાશે.