ગુજરાતમાં ક્ષત્રિયોના વિરોધ વચ્ચે પુરુષોત્તમ રૂપાલા રાજકોટ લોકસભા બેઠક માટે ઉમેદવારી ફોર્મ ભરવા નીકળ્યા છે. રૂપાલા સહિત ગુજરાતમાં ૧૮ નેતાઓ લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરશે. જાણો કોણ કઇ બેઠક પરથી ફોર્મ ભરશે.
ગુજરાતમાં ભાજપ ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે આજે વિજય મુહૂર્તમાં રાજકોટથી લોકસભા ઉમેદવાર પત્ર ભરશે. પુરુષોત્તમ રૂપાલા રાજકોટના જાગનાથ મંદિરમાં દર્શન કર્યા બાદ ભાજપ કાર્યકર્તાઓ સાથે લોકસભા ચૂંટણીનું ઉમેદવારી પત્ર ભરવા નીકળ્યા છે. આ દરમિયાન રૂપાલા સાથે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઇ વાળા, ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ ભરતબોધરા સહિત ભાજપના અગ્રણી નેતાઓ હાજર હતા. રૂપાલા સહિત ગુજરાતમાં ૧૮ નેતાઓ લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરશે.
પુરુષોત્તમ રૂપાલા રૂપલા વિજય મુહૂર્તમાં ઉમેદવાર ફોર્મ ભરશે
ક્ષત્રિય સમાજન વિરોધ વચ્ચે પુરુષોત્તમ રૂપાલા વિજય મુહૂર્તમાં રાજકોટ લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર તરીકે ફોર્મ ભરશે. ઉમેદવાર ફોર્મ ભરવાનું વિજય મુહૂર્ત આજે બપોરના ૧૨.૩૯ કલાકે છે.
પુરુષોત્તમ રૂપાલા રેલી કાઢી ઉમેદવારી ફોર્મ ભરવા નીકળ્યા
ક્ષત્રિય સમાજના ઉગ્ર વિરોધ વચ્ચે પુરુષોત્તમ રૂપાલા વાજતે ગાજતે રેલી સાથે લોકસભા ઉમેદવારનું ફોર્મ નીકળ્યા છે. ઉમેદવાર ફોર્મ ભરવા નીકળેલા પુરુષોત્તમ રૂપાલા ખુલ્લી જીપમાં નીકળ્યા હતા. રાજકોટના જિલ્લા પંચાયત ચોકથી બહુમાળી ભવન ચોક તરફ જવા નીકળેલી રેલીમાં મોટી સંખ્યામાં ભાજપ સમર્થક કાર્યકર્તાઓ ઉમટી પડ્યા છે.
પુરુષોત્તમ રૂપાલાની રેલીમાં કડક સુરક્ષા બંદોબસ્ત
પુરુષોત્તમ રૂપાલા રેલી સાથે લોકસભા ઉમેદવાર ફોર્મ નીકળ્યા છે. હાલ ક્ષત્રિય સમાજ તેમનો વિરોધ કરી રહ્યા છે ત્યારે કોઇ પણ અનિચ્છનિય બનાવ ન બને તે માટે કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યું છે. રૂપાલાની આ રેલીમાં 400થી વધુ પોલીસ જવાનો સુરક્ષા વ્યવસ્થામાં તૈનાત કરવામાં આવ્યા છે.