રામનવમીના દિવસે ઘણો શુભ યોગ બની રહ્યો છે. આ યોગમાં શ્રી રામની પૂજા કરવાથી અનેક ગણા વધારે ફળ પ્રાપ્ત થશે. આવો જાણીએ રામનવમીનો શુભ સમય, પૂજા વિધિ અને અન્ય જાણકારી.

૧૭ એપ્રિલના રોજ દેશભરમાં રામનવમીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવશે. હિંદુ ધર્મગ્રંથો અનુસાર શ્રી રામનો જન્મ ચૈત્ર માસના શુક્લ પક્ષની નવમી તિથિએ અયોધ્યાના રાજા દશરથના ઘરે થયો હતો. આ જ કારણે દર વર્ષે આ દિવસે તેમની જન્મ જયંતિને રામનવમી તરીકે ઉજવવામાં આવે છે. અયોધ્યાના રામ મંદિરમાં ભગવાન રામનું સૂર્ય તિલક કરવામાં આવશે. આ ઉપરાંત દેશભરના અન્ય મંદિરોમાં પણ શ્રીરામની ધામધૂમથી પૂજા કરવામાં આવશે. આ વર્ષે રામનવમીના દિવસે ઘણો શુભ યોગ બની રહ્યો છે. આ યોગમાં શ્રી રામની પૂજા કરવાથી અનેક ગણા વધારે ફળ પ્રાપ્ત થશે. આવો જાણીએ રામનવમીનો શુભ સમય, પૂજા વિધિ અને અન્ય જાણકારી.
રામનવમી ૨૦૨૪ મુહૂર્ત
રામનવમીના દિવસે ભગવાન રામની પૂજા સવારે ૧૧.૦૧થી બપોરે ૦૧:૩૬ વાગ્યા સુધી છે. કુલ સમયગાળો ૨ કલાક ૩૫ મિનિટ સુધીનો છે.
વિજય મુહૂર્ત – બપોરે ૦૨:૩૪ મિનિટથી ૦૩:૨૪ મિનિટ સુધી.ગોધૂલી મુહૂર્ત – સાંજે ૦૬:૪૭ થી ૦૭:૦૯ મિનિટ સુધી
રામનવમી ૨૦૨૪ શુભ યોગ
હિન્દુ પંચાંગ મુજબ આ વર્ષે રામનવમી પર શુભ યોગોનો મેળાવડો જામ્યો છે. આ દિવસે આશ્લેષા નક્ષત્રની સાથે રવિ યોગ, સર્વાર્થ સિદ્ધિ યોગ, ગજકેસરી યોગ વગેરે બની રહ્યા છે. આ દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ સવારે ૦૫:૧૬થી ૦૬:૦૮ સુધી રહેશે. આ સાથે જ રવિ યોગ આખો દિવસ ચાલવાનો છે.
સૂર્ય તિલક દરમિયાન ઘણા શુભ યોગ બનશે
રામનવમીના દિવસે અયોધ્યાના રામલલા મંદિરમાં ભગવાન શ્રીરામનું સૂર્ય તિલક કરવામાં આવશે. આ દરમિયાન રવિયોગ, ગજકેસરી, કેદાર, પારિજાત, અમલા, શુભ, સરલ, કાહલ અને વાશી યોગ વગેરે બની રહ્યા છે.
રામનવમી ૨૦૨૪ પૂજા વિધિ
રામનવમીના બ્રહ્મ મુહુર્તમાં ઉઠીને તમામ કાર્ય પતાવી બાદ સ્નાન કરો. આ પછી સ્વચ્છ કપડાં પહેરો. હવે તાંબાના લોટામાં જળ, અક્ષત, સિંદૂર અને લાલ ફૂલ નાખીને સૂર્યદેવને અર્ઘ્ય અર્પિત કરો. આ સાથે જ ભગવાન રામની પૂજા કરો. એક સ્થાને ભગવાન રામની મૂર્તિ અથવા તસવીર સ્થાપિત કરો. આ પછી રામજીનું જાપ કરીને ફૂલ, માળા, ચંદન, વસ્ત્ર વગેરે ધારણ કરાવો. આ પછી ભોગમાં મીઠાઈ, કેસર ભાત, ચોખાની ખીર વગેરે ખવડાવો. ત્યારબાદ જળ અર્પણ કર્યા બાદ ઘી અને અગરબત્તીનો દીવો પ્રગટાવ્યા બાદ કથા, શ્રી રામ મંત્ર, ચાલીસા પછી અંતમાં આરતી કરી ભૂલ બદલ માફી માંગી લો.
રામનવમી ૨૦૨૪ ભોગ
રામનવમીના વિશેષ અવસર પર ભગવાન રામની પૂજા કરવાની સાથે-સાથે આ વસ્તુઓના ભોગ લગાવવા શુભ માનવામાં આવે છે. તેથી ભગવાન શ્રી રામને કેસર ભાત, ચોખાની ખીર, પીળા રંગની મીઠાઈઓ વગેરેનો ભોગ લગાવો.
રામનવમી એટલે ભગવાન રામનો જન્મોત્સવ. અયોધ્યા રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા બાદ આ પ્રથમ રામનવમી ઉજવણી માટે દેશભરમાં અનેરો ઉત્સાહ અને આનંદનો માહોલ છે.

રામ નવમી એટલે પ્રભુ રામનો જન્મોત્સવ. ચૈત્ર સુદ નોમ પર રામનવમી ઉજવાય છે. હિન્દુ પુરાણ અનુસાર ચૈત્ર સુદ નોમ તિથિ પર અયોધ્યામાં રાજા દશરથના ઘરે પ્રભુ રામનો જન્મ થયો હતો. રામજીને ભગવાન વિષ્ણુનો સાતમો અવતાર માનવામાં આવે છે. દેશભરમાં રામ નવમીની ભક્તિ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે. અયોધ્યામાં રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા બાદ આ વખતની રામનવમી ખાસ બની રહેશે. આ રામ નવમી પર તમારા પ્રિયજનો અને મિત્રોને અહીં આપેલા પોસ્ટર ઇમેજ વોટ્સઅપ મેસેજ મોકલી ખાસ રીતે રામ જન્મોત્સવની શુભેચ્છા પાઠવો
હેપ્પી રામનવમી ૨૦૨૪
હિંદુ ધર્મગ્રંથો અનુસાર રાવણના અત્યાચારોનો અંત લાવવા અને ધર્મની પુન:સ્થાપના માટે ત્રેતા યુગમાં શ્રી રામ તરીકે ભગવાન વિષ્ણુનો જન્મ થયો હતો. ભક્તો આ શુભ તિથિને રામ નવમી તરીકે ઉજવે છે. આ દિવસે લોકો પવિત્ર નદીઓમાં સ્નાન કરે છે અને અજાણતા કરેલા પાપોથી મુક્તિ આપવા પ્રભુને પ્રાર્થના કરે છે.

ભગવાન રામના જન્મદિવસના શુભ અવસર પર તમે તમારા સાથીઓ અને સંબંધીઓને પણ શુભેચ્છાઓ મોકલી શકો છો. આ ખાસ અવસર પર તમે આ સુંદર મેસેજ અને ક્વોટ મોકલીને અભિનંદન આપી શકો છો. રામ ભક્તો આ સંદેશાઓ અને ક્વોટ્સને વોટ્સએપ સ્ટેટસ તરીકે મૂકી શકે છે.