વોટ્સેપ એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર ફીચર

વોટ્સેપ પોતાના પ્લેટફોર્મ્સ પર સતત નવા ફીચર્સ જોડી રહ્યું છે. કંપનીએ થોડા સમય પહેલા જ એન્ડ્રોયડ યુઝર્સ માટે UI ને રિડિઝાઈન કર્યું છે. ગત દિવસોમાં વોટ્સેપ પર નવુ સર્ચ બાર અને Meta AIનું ફીચર પણ આવ્યું છે. જોકે, Meta AI નું ફીચર અત્યારે તમામ યુઝર્સને મળી રહ્યું નથી.

Article Content Image

હવે વોટ્સેપ એ એક નવું ફીચર પોતાના પ્લેટફોર્મ પર જોડ્યું છે. આ ફીચર Chat ફિલ્ટરનું છે. Meta ના ઈન્સ્ટેન્ટ મેસેજિંગ પ્લેટફોર્મે એક બ્લોગ પોસ્ટ જારી કરીને આ ફીચરની જાણકારી આપી છે. 

Meta ના CEO માર્ક ઝુકરબર્ગે ચેટ ફિલ્ટર ફીચરના લોન્ચની જાણકારી આપી છે. આ ફીચર બાદ તમે સરળતાથી તમામ મેસેજને ફિલ્ટર કરી શકશો. આ ફીચરના કારણે કોઈ ચેટને ઓપન કરવામાં લાગનારો સમય ઘટી જશે. કંપની તમને અલગ-અલગ ચેટ્સને ફિલ્ટર કરવાનું ઓપ્શન આપી રહી છે. 

આ ફીચરને રિલીઝ કરવાનું કારણ લોકો માટે અલગ-અલગ વ્હોટ્સએપ ચેટની એક્સેસ સરળ બનાવવાની છે. અત્યાર સુધી તમારે કોઈ પણ વ્હોટ્સએપ ગ્રૂપ અને અનરીડ મેસેજ માટે ઈનબોક્સમાં ચેટ્સને સ્ક્રોલ કરવાનું હતું. હવે તમને આ માટે ફિલ્ટર મળશે, જેનાથી તમે એક સ્થાને ગ્રૂપ ચેટ્સને જોઈ શકશો. 

આ ફીચર કેવી રીતે કામ કરે છે

વોટ્સેપએ ૩ ડિફોલ્ટ ફિલ્ટરને ઈન્ટ્રોડ્યૂસ કર્યાં છે, જેનાથી તમે યોગ્ય કન્વર્ઝેશનને એક્સેસ કરી શકશો. સૌથી પહેલા તમારે iOS કે Android સ્માર્ટફોન પર વોટ્સેપ ઓપન કરવાનું રહેશે. તમારુ વ્હોટ્સએપ અપડેટેડ હોય તેનું ધ્યાન રાખવું. હવે તમારે ટોપમાં આપવામાં આવેલા ૩ ફિલ્ટર પર ક્લિક કરવાનું રહેશે.

ટોપમાં તમને All, Unread અને Groupsનો વિકલ્પ મળશે. All ફિલ્ટરમાં તમામ ચેટ્સ તમને નજર આવશે. ગ્રૂપ ફિલ્ટરનો ઉપયોગ કરવાથી તમને તમામ ગ્રૂપ્સ નજર આવવા લાગશે. આ રીતે તમે Unread ચેટ્સના ફિલ્ટરને સિલેક્ટ કરો છો તો તે તમામ ચેટ્સ નજર આવશે, જેને તમે રીડ કરી નહીં હોય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *