નડિયાદ પાસે બપોરનાં સુમારે ટ્રેલરની પાછળ કા ઘૂસી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ત્યારે આ અકસ્માતમાં ૧૦ લોકોનાં મૃત્યું થતા પરિવારજનોમાં રોકકળ મચી જવા પામી હતી.
નડિયાદ પાસે ટ્રેલરની પાછળ કાર ઘૂસી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કાર વડોદરાથી અમદાવાદ જઈ રહી હતી. તે સમયે અકસ્માત સર્જાતા ૧૦ લોકોનાં ઘટનાં સ્થળે જ મોત નિપજ્યા હતા. અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર દુર્ઘટનાં સર્જાતા ફરી એક વખત હાઈવે રક્તરંજીત થવા પામ્યો હતા.
અક્સ્માત થતાં જ ૧૦૮ ની બે એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી સાથે જ એક્સપ્રેસ હાઈવે ની પેટ્રોલિંગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી.