આથો વાળો ખોરાક, જેમાં ઇડલી, ઢોસા, ઢોકળા, કોમ્બુચા અને કિમચીનો સમાવેશ થાય છે, તે ફેર્મેન્ટેડ સામગ્રી દ્વારા બનાવવામાં આવે છે.
સેલિબ્રિટીઝ ને લગતા ન્યુઝ હંમેશા ચર્ચાનો વિષય રહે છે. વર્કઆઉટ્સથી લઈને ફેશન હોય કે પછી ડાયટ પ્લાન હોય તે ટ્રેન્ડિંગમાં રહે છે. અભિનેત્રી અનુષ્કા શર્માના થ્રોબેક યુટ્યુબ વિડિયો પર એક્ટ્રેસની તેની ફેવરિટ રેસિપી વિશે ખુલીને વાત કરી હતી, અનુષ્કા @wireStudio દ્વારા શેર કરેલ સ્નિપેટમાં જણાવ્યું હતું કે, હું મજાક નથી કરતી પણ દરરોજ હું નાસ્તામાં ઈડલી, ચટણી અને સાંભાર ખાઉં છું. મને લાગે છે કે નાસ્તામાં આથોવાળા ફૂડ પેટ માટે પર ખૂબ જ સારા છે.”
આથો વાળો ખોરાક, જેમાં ઇડલી, ઢોસા, ઢોકળા, કોમ્બુચા અને કિમચીનો સમાવેશ થાય છે, તે ફેર્મેન્ટેડ સામગ્રી દ્વારા બનાવવામાં આવે છે, આ પ્રક્રિયા એન્ઝાઇમ પ્રવૃત્તિ દ્વારા ખોરાકમાં રહેલા કાર્બનિક અણુઓને તોડી નાખવામાં મદદ કરે છે. એક્સપર્ટ અનુસાર, આથોવાળો ખોરાક આંતરડાના બેક્ટેરિયાને મદદ કરે છે કારણ કે તે પ્રોબાયોટીક્સનો કુદરતી સ્ત્રોત છે. આપણા આંતરડામાં 100 ટ્રિલિયન બેક્ટેરિયા હોય છે અને સારા અને ખરાબ બેક્ટેરિયાનું સંતુલન નક્કી કરે છે કે આંતરડા આપણા બાકીના શરીર પર કેવી અસર કરે છે.
આથો વાળો ખોરાક હેલ્થી કહી શકાય?
ફરિદાબાદની મેટ્રો હોસ્પિટલના ડાયેટિક્સના એચઓડી ડીટી રાશિ ટાંટિયાએ જણાવ્યું હતું કે આથોવાળા ખોરાક અસંખ્ય ફાયદાઓ પ્રદાન કરે છે, ખાસ કરીને જ્યારે ખાલી પેટે ખાવામાં આવે છે. તેમણે કહ્યું કે, “તે પચવામાં સરળ છે, જેનો અર્થ છે કે તેઓ પેટ માટે નરમ છે અને ઝડપથી શોષી શકાય છે, જે બોડીને એનર્જી આપે છે.
આ ઉપંરાત, આથો વાળો ખોરાક એન્ટીઑકિસડન્ટો, એન્ટિમાઇક્રોબાયલ અને એન્ટિફંગલ ગુણધર્મોથી સમૃદ્ધ છે, જે રોગપ્રતિકારક શક્તિને વેગ આપે છે.અને એકંદર આરોગ્યને પ્રોત્સાહન આપે છે. ટાંટિયાએ નોંધ્યું કે “આથોવાળા ખોરાકમાં ગ્લાયકેમિક લોડ ઓછો હોય છે, જે તેમને ડાયાબિટીસ ધરાવતા વ્યક્તિઓ માટે યોગ્ય બનાવે છે કારણ કે તે બ્લડ સુગર લેવલમાં સ્પાઇક્સનું કારણ નથી. તેમાં ઓછું ફેટ હોવાથી તેને હૃદય સંબંધી સમસ્યા ધરાવતા લોકો માટે પ સારી પસંદગી છે.”
શું ધ્યાનમાં રાખવું જોઈએ?
તમારા ડાયટમાં આથોવાળા ખોરાકનો સમાવેશ કરવો ફાયદાકારક હોઈ શકે છે, પરંતુ મધ્યસ્થતા એ ચાવી છે. તેઓ અસંખ્ય સ્વાસ્થ્ય ફાયદા આપી શકે છે પરંતુ તે દરેક માટે ફાયદાકારક ન હોઈ શકે. વ્યક્તિગત ડાયટની જરૂરિયાતો અને હેલ્થના લક્ષ્યોને ધ્યાનમાં રાખીને સેવન કરવું જોઈએ.