કચ્છના ખાવડાથી ૩૦ કિમી દૂર આ ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું, કોઈ જાનહાનિના સમાચાર નહિ.
ગુજરાતમાં અવાર-નવાર ભૂકંપના આંચકા અનુભવાય છે. આ દરમિયાન આજે બપોરે ૦૧:૩૬ વાગે કચ્છના ખાવડામાં ૩.૭ ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. પ્રાથમિક વિગતો મુજબ બપોરના સમયે આવેલ આંચકાને લઈ સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. જોકે રાહતની વાત તો એ છે કે, હજી સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.
કચ્છની ધરા ફરી એકવાર ભૂકંપના આંચકાથી ધ્રુજી ઉઠી છે. આજે બપોરના સમયે કચ્છ જિલ્લાના ખાવડામાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર આ આંચકાની તીવ્રતા ૩.૭ નોંધાઈ છે. વિગતો મુજબ કચ્છના ખાવડાથી ૩૦ કિમી દૂર આ ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું હતું.