દેશમાં લોકસભા ૨૦૨૪ની ચૂંટણીનો પ્રારંભ થઈ ગયો છે અને શુક્રવારે ૨૧ રાજ્યોમાં ૧૦૨ બેઠકો પર પ્રથમ તબક્કાનું મતદાન થઈ ગયું છે ત્યારે પંજાબ અને હિમાચલ પ્રદેશમાંમાં મતદાન થાય તે પહેલા જ કોંગ્રેસ ને ઝટકો લાગી ગયો છે. અગાઉ કોંગ્રેસમાંથી અનેક નેતાઓએ રાજીનામાં આપ્યા છે ત્યારે હવે પ્રિયંકા ગાંધીના નજીકના કોંગ્રેસી નેતાએ પક્ષને રામ રામ કરીને વિધિવત રીતે ભાજપમાં જોડાઈ ગયા છે.
પંજાબ અને હિમાચલ પ્રદેશમાં લોકસભા ચૂંટણીના મતદાન પહેલા જ જલંધરના કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને યંકા ગાંધી ના નજીકના હિમાચલ પ્રદેશ ના સહ-પ્રભારી તેજિંદર સિંહ બિટ્ટુ એ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. સૂત્રો પાસેથી મળતા અહેવાલ મુજબ તેઓ વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાય ગયા છે. તેજિન્દર છેલ્લા ઘણા દિવસોથી ભાજપના ટોચના નેતાઓ સાથે બેઠક કરી રહ્યા હતા.
પંજાબના જલંધરના રહેવાસી તેજિંદર સિંહ બિટ્ટુ છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ પાર્ટીમાં સેવા આપી છે. તેઓ લાંબા સમય સુધી રાજકારણથી દૂર રહ્યા હતા, પરંતુ ૨૦૧૭માં જ્યારે કોંગ્રેસ પંજાબમાં સત્તામાં આવી ત્યારે તેમને પનસપના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. જેના કારણે તેમણે રાજકારણમાં ફરી રી-એન્ટ્રી કરી હતી.