હવામાન વિભાગે કરી આગાહી: ગુજરાતમાં આવનાર ૩ દિવસ કેવી ગરમી પડશે ?

આગામી ૩ દિવસ તાપમાનમાં ૨ થી ૩ ડિગ્રી ઘટાડો થશે. જયારે ત્રણ દિવસ બાદ ફરી તાપમાનમાં ૨ થી ૩ ડિગ્રીનો વધારો થશે.

રાજયમાં હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં ગરમીમાં રાહત મળવાની આગાહી કરાઇ છે. આગામી ૩ દિવસ તાપમાનમાં ૨ થી ૩ ડિગ્રી ઘટાડો થશે. જયારે ત્રણ દિવસ બાદ ફરી તાપમાનમાં  ૨ થી ૩ ડિગ્રીનો વધારો થશે. ગઇકાલે સૌથી વધુ તાપમાન અમરેલીમાં ૪૦ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જયારે અમદાવાદનું  ૩૯.૫ ડિગ્રી તથા ગાંધીનગરનું ૩૯ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

તરસ ન લાગે તો પણ જ્યારે પણ શક્ય હોય ત્યારે પૂરતું પાણી પીવા જોઈએ. આ સાથે, નાગરિકોને ઓરલ રીહાઇડ્રેશન સોલ્યુશન (ઓઆરએસ)નો ઉપયોગ કરવું અને લીંબુ શરબત, છાશ / લસ્સી, ફળોના રસ સાથે મિશ્રિત થોડું મીઠું જેવા ઘરે બનાવેલા પીણાં પીવા જોઈએ. પાતળા, ઢીલા, સુતરાઉ કપડાં, આછા રંગના કપડાં પહેરવાની અને સીધા સૂર્યપ્રકાશના સંપર્કમાં આવે ત્યારે છત્રીઓ, ટોપીઓ ટુવાલ અને અન્ય પરંપરાગત માથાના આવરણનો ઉપયોગ કરવું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *