જાપાનીઝ નૌકાદળના બે હેલિકોપ્ટર ક્રેશ થતાં એકનું મૃત્યુ, વિમાનમાં સવાર ૭ લોકો ગુમ

જાપાની નૌકાદળના બે હેલિકોપ્ટર ક્રેશ થવાની દુર્ઘટના સર્જાઈ છે. આ દુર્ઘટનામાં એકનું મૃત્યુ નીપજ્યું છે જ્યારે સાત લોકો ગુમ છે. ગુમ થયેલા સાત લોકોની શોધખોળ ચાલુ છે. જો કે, હજુ સુધી હેલિકોપ્ટર ક્રેશ થવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. મળતી માહિતી મુજબ, બે હેલિકોપ્ટર રાત્રે પ્રશાંત મહાસાગરમાં  ઇઝુ ટાપુ પર સબમરીન વિરોધી યુદ્ધની પ્રેક્ટિસ કરી રહ્યા હતા. પ્રેક્ટિસ દરમિયાન તોરીશિમા ટાપુ નજીક રાત્રે ૧૦:૩૮ વાગ્યાની આસપાસ હેલિકોપ્ટરનો સંપર્ક તૂટી ગયો હતો. 

થોડી જ ક્ષણો બાદ એરક્રાફ્ટમાંથી ઇમરજન્સી સિગ્નલ મળ્યો. લગભગ ૨૫ મિનિટ પછી એટલે ૧૧:૦૪ વાગ્યે તે જ વિસ્તારમાં અન્ય વિમાન તાલીમ સાથેનો સંપર્ક પણ તૂટી ગયો હતો. જાપાન સેલ્ફ-ડિફેન્સ ફોર્સ (SDF)ના પ્રવક્તાએ શનિવારે મોડી રાત્રે AFPને આ ઘટનાની પુષ્ટિ કરી હતી અને જણાવ્યું હતું કે એક વ્યક્તિને બચાવી લેવામાં આવ્યો હતો પરંતુ તેનું મૃત્યુ થયું હતું.

રક્ષા મંત્રી મિનોરુ કિહારાએ કહ્યું કે વિમાનના ભાગો સમુદ્રમાં જોવા મળ્યા છે. જેના કારણે એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે બંનેનો અકસ્માત થયો હતો. જો કે અકસ્માતનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ અમારી પ્રાથમિકતા લોકોને બચાવવાની છે. એક ક્રૂ મેમ્બરને બચાવી લેવામાં આવ્યો હતો, પરંતુ તેનું પણ સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. ગુમ થયેલા અન્ય સાત લોકોની શોધખોળ ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *