ઇન્ડિયા ગઠબંધનની રેલીમાં સુનીતા કેજરીવાલે કહ્યું – કેજરીવાલને મારવા માંગે છે

ઇન્ડિયા ગઠબંધને લોકસભા ચૂંટણીને લઈને રાંચીમાં એક મોટી રેલીને સંબોધિત કરી છે. આ રેલીમાં વિપક્ષના તમામ મોટા ચહેરા જોવા મળ્યા હતા.

ઇન્ડિયા ગઠબંધનની રેલીમાં સુનીતા કેજરીવાલે કહ્યું – કેજરીવાલને મારવા માંગે છે, મારા પતિની શું ભૂલ

ઇન્ડિયા ગઠબંધને લોકસભા ચૂંટણીને લઈને રાંચીમાં એક મોટી રેલીને સંબોધિત કરી છે. આ રેલીમાં વિપક્ષના તમામ મોટા ચહેરા જોવા મળ્યા હતા. સીએમ અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલે પણ સભા સંબોધી હતી. જનતાને સંબોધિત કરતા સુનીતા કેજરીવાલે કેન્દ્ર સરકાર પર મોટો આરોપ લગાવ્યો હતો. તેમણે ભારપૂર્વક કહ્યું કે તેમના પતિને મારવાનું ષડયંત્ર થઇ રહ્યું છે.

સુનિતા કેજરીવાલ – કેન્દ્ર સરકાર અરવિંદ કેજરીવાલને મારવા માંગે છે.

 

સુનિતા કેજરીવાલે કહ્યું કે કેન્દ્ર સરકાર અરવિંદ કેજરીવાલને મારવા માંગે છે. હું આજે પૂછવા માંગુ છું કે મારા પતિએ શું ખોટું કર્યું છે, તેમને તેમની દવા કેમ આપવામાં આવી રહી નથી. તેમને કયા આરોપો પર જેલમાં મોકલવામાં આવ્યા છે, તેમણે પોતાની દિલ્હી માટે શ્રેષ્ઠ કામ કર્યું છે. સુનીતા કેજરીવાલે પૂરી તાકાતથી નારો પણ આપ્યો હતો કે જેલના તાળાં તૂટશે, અરવિંદ કેજરીવાલ છૂટશે.

તેજસ્વી યાદવે શું કહ્યું

સુનીતાએ અરવિંદ કેજરીવાલની વાત કરી, તેજસ્વી યાદવે અલગ અંદાજમાં કેન્દ્ર પર પ્રહાર કર્યો હતો. તેજસ્વીએ કહ્યું કે પીએમ મોદીએ માત્ર આ જ કામ કર્યા છે – દેશમાં ગરીબી વધી, મોંઘવારી વધી, જુમલેબાઝ. 2014માં તેમણે કહ્યું હતું કે દર વર્ષે 2 કરોડ લોકોને નોકરી આપવામાં આવશે. તે નોકરી ક્યાં ગઈ? કાળું નાણું પાછું આવશે અને દરેકના ખાતામાં 15 લાખ રૂપિયા જમા થશે. તમારા ખાતામાં પૈસા આવ્યા નથી પરંતુ ડોનેશન અને ઇલેક્ટોરલ બોન્ડ દ્વારા ભાજપના ખાતામાં હજારો-કરોડો રૂપિયા આવ્યા છે.

અખિલેશ યાદવે શું કહ્યું

આ રેલીમાં સપા પ્રમુખ અખિલેશ યાદવ પણ સામેલ થયા હતા. ભાજપ પર પણ પ્રહાર કર્યો હતો અને જીતના તમામ દાવાઓ ઉપર પણ કટાક્ષ કર્યો હતો. અખિલેશ યાદવે કહ્યું કે જ્યારથી તેઓએ તમારા (ઝારખંડ) મુખ્યમંત્રી અને દિલ્હીના મુખ્યમંત્રીને જેલમાં મોકલ્યા છે, ત્યારથી તેઓ ચૂંટણી હારી ગયા છે. જ્યારે કુસ્તીબાજ મેદાનમાં હારવા માંડે છે, ત્યારે તે ઘણી યુક્તિઓ અપનાવે છે. ભાજપે એ ન ભૂલવું જોઈએ કે તેમણે સિંહની ધરપકડ કરી લીધી છે, પરંતુ તેમની ગર્જનાને પકડી શક્યા નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *