પ્રધાન મંત્રી ના આગમનની તૈયારી : ગાંધી આશ્રમ માં તડામાર તૈયારી

આગામી 12મી માર્ચે દાંડી કૂચના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદમાં ગાંધી આશ્રમની મુલાકાતે આવી રહ્યા છે. ગાંધી આશ્રમ મેમોરિયલ એન્ડ પ્રિસિન્ક્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટનું ખાત મુહૂર્ત પણ કરવાના છે. જેની તૈયારીઓ ગાંધી આશ્રમમાં શરૂ કરી દેવામાં આવી છે. આશ્રમની સાફ સફાઈ, દાંડીબ્રિજ ખાતે પણ સાફ સફાઈ કરીને તેને શણગારવાની કામગીરી કરવામાં આવી રહી છે. સુભાષબ્રિજ અભયઘાટ ખાતે ડોમ ઉભો કરવામાં આવી રહ્યો છે જ્યાં વડાપ્રધાનની સભાનું આયોજન કરવામાં આવ્યું છે. સુરક્ષાને લઈ SPG અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા સમગ્ર જગ્યાનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

ગાંધી આશ્રમની કાયાપલટ કરાશે
ગાંધી આશ્રમમાં વડાપ્રધાનની મુલાકાતને લઈ ગુજરાત ટુરિઝમના અધિકારીઓ, ADM, સાંસ્કૃતિક વિભાગ અને અન્ય અધિકારીઓની ગાંધી આશ્રમના ટ્રસ્ટીઓ સાથે આજે સવારે મીટીંગ યોજાઈ હતી. ગાંધી આશ્રમમાં ડેવલોપમેન્ટનું કામ થવાનું છે. જેમાં ગાંધી સ્મારક છે તેને એવું જ રખાશે પરંતુ સુભાષબ્રિજ અભય ઘાટથી દાંડીપુલ સુધીના વિસ્તારને ડેવલપ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *