ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું મતદાન ૭ મેના રોજ થવાનું છે, ત્યારે હવે મતદાન પહેલા ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થતું દેખાઈ રહ્યું છે. ત્યારે આગામી દિવસોમાં વડપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરશે.
રાજ્યમાં 7 મેના રોજ લોકસભાની ચૂંટણી માટે મતદાન થવાનું છે, ત્યારે એ પહેલા ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થતું દેખાઈ રહ્યું છે. આગામી દિવસોમાં ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં ઝંઝાવાતી ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે. ત્યારે વડપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરશે.
સુરતની એક બેઠકને બિનહરીફ જીત્યા બાદ ભાજપ ગુજરાતની બાકીની ૨૫ બેઠકો ઉપર મતદાન પહેલા પ્રચાર શરુ કરવાનું છે. ભાજપ તરફથી ચૂંટણી પ્રચાર માટે પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવી રહ્યા છે અને અહીં જનસભાઓ ગજવશે. પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહની ગુજરાતમાં ચૂંટણી પ્રચારની તારીખો સામે આવી ગઈ છે. પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ ૨૭ એપ્રિલથી ૩ મે સુધી ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧ મે ગુજરાત સ્થાપના દિવસે ચૂંટણી પ્રચાર કરવા પહોંચશે અને જૂનાગઢમાં જનસભાને સંબોધિત કરશે. જયારે પીએમ મોદી વડોદરામાં રોડ-શો કરવાના છે. આ સિવાય પીએમ મોદી બનાસકાંઠા, સાબરકાંઠામાં ચૂંટણી પ્રચાર કરશે.