બોલિવૂડની ડ્રામા ક્વીન રાખી સાવંતની ટૂંક સમયમાં ધરપકડ થઇ શકે છે. સુપ્રીમ કોર્ટે રાખી સાવંતને ચાર અઠવાડિયામાં હાજર રહેવાનો આદેશ આપ્યો છે. જેને લઇને રાખી સાવંતનોએક્સ પતિ આદિલ બહુ ખુશ છે.

બોલિવૂડ અભિનેત્રી રાખી સાવંત અવારનવાર ચર્ચામાં રહે છે. હાલમાં રાખી સાવંતને મોટો ફટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે રાખી સાવંતને ચાર અઠવાડિયામાં હાજર રહેવાનો આદેશ આપ્યો છે. જેને લઇને રાખી સાવંતનોએક્સ પતિ આદિલ બહુ ખુશ છે. ચલો જાણીએ અહેવાલમાં આખરે મામલો શું છે ?
રાખી સાવંત પર તેના પૂર્વ પતિના અશ્લિલ વીડિયો લીક કરવાનો આરોપ છે. રાખી સાવંતના પૂર્વ પતિ આદિલ દુર્રાનીએ તેના ખુદના પ્રાઇવેટ અને અશ્લીલ વીડિયો લીક કરવાનો આરોપ લગાવ્યો હતો. આદિલે પોતાની સાથે છેતરપીંડી થયાની પણ પોલીસ ફરિયાદ કરી હતી.
આ કેસ મુંબઇ હાઈકોર્ટમાં ચાલી રહ્યો હતો. પરંતુ રાખી સાવંતે હાઈકોર્ટના નિર્ણયને પડકારી આગોતરા જામીનની માંગ કરી હતી. ત્યારે હવે સુપ્રીમ કોર્ટના આદેશથી તેને ૪ અઠવાડિયામાં સરેડર કરવું જ પડશે.