ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ભારત) દ્વારા આજે એટલે કે ૨૩ મી એપ્રિલ, મંગળવારના દિવસે એક મહત્ત્વનું નિવેદન બહાર પાડતા તમામ એરલાઈન્સને ૧૨ વર્ષની નાની વયના બાળકોને ફ્લાઈટમાં તેમના માતા-પિતાની બાજુમાં સીટ આપવામાં આવે એની તકેદારી રાખવાની ભલામણ કરવામાં આવી છે. DGCA દ્વારા આ પગલું ફ્લાઈટ દરમિયાન બાળકોની સુરક્ષાને ધ્યાનમાં લઈને લેવામાં આવ્યું છે.
DGCA દ્વારા જણાવવામાં આવ્યું છે એરલાઈન્સે એ વાતની તકેદારી રાખવી પડશે કે ૧૨ વર્ષથી નાની ઉંમરના બાળકોને તેમના માતા-પિતા કે ગાર્ડિયનની બાજુમાં સીટ આપવામાં આવે, જેઓ એક જ પીએનઆર પર પ્રવાસ કરી રહ્યા હોય. એટલું જ નહીં આ વાતનો ખાસ રેકોર્ડ રાખવાની ભલામણ પણ DGCA દ્વારા કરવામાં આવી છે. અહીંયા તમારી જાણ માટે કે DGCA દ્વારા આ પગલું એ સમયે ઉઠાવવામાં આવ્યું છે જ્યારે એક બાળકને ફ્લાઈટ દરમિયાન તેના માતા-પિતા સાથે બેસતાં રોકવામાં આવ્યો હતો.
આ ઉપરાંત DGCA દ્વારા એરલાઈન્સને ઝીરો બેગેજ, મનગમતી સીટ શેયરિંગ, મીલ, ડ્રિંક અને મ્યુઝિકલ ઈન્સ્ટ્રુમેન્ટ્સ લઈ જવાની પરવાનગી પણ આપવામાં આવી છે. આ માટે એર ટ્રાન્સપોર્ટ સર્ક્યુલર ૦૧ ૨૦૨૪માં પણ આવશ્ય ફેરફાર કરવામાં આવ્યો છે.
DGCA દ્વાવા એવી સ્પષ્ટતા પણ કરવામાં આવી છે કે આ સુવિધા ઓપ્ટ ઈન એટલે કે તમારી મરજીના આધાર પર છે અને તે બિલકુલ ફરજિયાત નથી. પ્રવાસીઓ માટે ઓટો સીટની સુવિધા પણ હોય છે જેમાં તમારી કંપની જ તમારા માટે સીટ પસંદ કરીને એલોટ કરે છે. આવી પરિસ્થિતિમાં આ તમામ યાત્રીઓ કે જેમણે વેબ ચેક ઈન સમયે સીટ નહીં પસંદ કરી હોય તેમને એરલાઈન દ્વારા ઓટોમેટિક સીટ એલોટ કરવામાં આવશે.