નિતિન ગડકરી યવતમાલમાં ભાષણ આપવા સમયે થયા બેભાન.
મહારાષ્ટ્રના યવતમાલમાં કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી બેભાન થઈ ગયા હતા. શુગર લેવલ ઘટી જવાના કારણે તેમની તબિયત લથડી હતી. ભાષણ દરમિયાન ગડકરીને ચક્કર આવ્યા અને તેઓ સ્ટેજ પર ઢળી પડ્યા હતા. જોકે સ્ટેજ પર હાજર લોકો તાત્કાલિક તેમને ઉઠાવીને સારવાર માટે લઈ ગયા. હવે તેમની તબિયત સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે.
કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી નાગપુર બેઠકથી ભાજપના લોકસભા ઉમેદવાર છે. નાગપુર બેઠક પર પહેલા તબક્કામાં મતદાન થઈ ચૂક્યું છે. અહીં ગડકરીનો મુકાબલો કોંગ્રેસના વિકાસ ઠાકરે સામે છે. નિતિન ગડકરી અહીંથી ત્રીજી વખત ચૂંટણી લડી રહ્યા છે.