હોટેલ-દુકાનો ભીષણ આગ લગતા ૬ નાં દાઝી જતાં મોત, અફરાતફરી મચી
બિહારના પટણાના ફ્રેઝર રોડ પર આજે સવારે હોટલ અને બે દુકાનોમાં ભીષણ આગ લાગી છે. આ ઘટનામાં અત્યાર સુધીમાં કુલ ૬ લોકોના મોત થયા છે. આગ એટલી ભીષણ હતી કે, ત્યાંના તમામ રસ્તાઓ બંધ કરવા પડ્યા તેમજ આસપાસના વિસ્તારોમાં પણ અફરાતફરી મચી હતી. જે બિલ્ડિંગમાં આગ લાગી હતી, તેમાં હોટલ ઉપરાંત દુકાનો પણ હતી. હાલ ઘટનાસ્થળે કોતવાલી પોલીસ સ્ટેશનો સ્ટશનનો સ્ટાફ અને ફાયર બ્રિગેડની ૨૦ થી ૨૫ ગાડીઓ આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહી છે.
બચાવ કર્મચારીઓ દ્વારા અત્યાર સુધીમાં ૨૫ થી ૩૦ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. બિલ્ડિંગમાં લાગેલી આગમાં કેટલાક બચાવ કર્મચારીઓને પણ આંશિક ઈજા થઈ હોવાના અહેવાલો સામે આવ્યા છે. જેમના મોત થયા છે, તેમની હજુ સુધી ઓળખ થઈ શકી નથી. જ્યારે ઈજાગ્રસ્ત લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આગની ઝપેટમાં આવ્યા બાદ અત્યાર સુધીમાં ૬ લોકોના મોત નિપજ્યા છે, જ્યારે ચાર મહિલાઓની હાલત ગંભીર છે.
૧૮ દર્દીઓને હોસ્પિટલ પહોંચાડા છે, જેમાંથી છના મૃત્યુ થયા છે. જ્યારે આઈસીયુમાં ૧૨ વ્યક્તિઓની સારવાર ચાલી રહી છે. આ ભયાનક દુર્ઘટનામાં પાલ હોટલ અને તેની પાસેની હોટલ સંપૂર્ણ બળી ગઈ છે.