સુપ્રીમ કોર્ટએ તમામ અરજીઓ ફગાવી.
સુપ્રીમ કોર્ટે EVM-VVPAT ને મેચ કરવાની માગ કરતી અરજીઓ પર મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. આ મામલે સુપ્રીમકોર્ટે તમામ અરજીઓ ફગાવતાં કહ્યું કે આવું કરવાની કોઈ જરૂર જ નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે મતદાન બાદ ૪૫ દિવસ સુધી ઈવીએમ સુરક્ષિત રખાશે. આ સાથે બેલેટ પેપરથી મતદાન કરાવવાની માગ પણ ફગાવી દેવામાં આવી હતી.
જજ સંજીવ ખન્ના એ ચૂંટણી પંચને સવાલો કરતા પૂછ્યું હતું કે, ‘માઈક્રો કંટ્રોલર કંટ્રોલ યુનિટમાં હોય છે કે પછી VVPATમાં, માઈક્રો કંટ્રોલર વન ટાઈમ પ્રોગ્રામેબલ એટલે કે એક જ વખત પ્રોગ્રામ કરી શકાય છે કે ફરીથી પણ પ્રોગ્રામ કરી શકાય છે, તમારી પાસે કેટલા સિમ્બોલ લોડિંગ યુનિટ છે, તમે ડેટાને ૩૦ દિવસ સુરક્ષિત રાખો છે કે ૪૫ દિવસ અને તમામ ઈવીએમના ત્રણેય યુનિટની સીલિંગ એકસાથે કરવામાં આવે છે કે પછી કંટ્રોલ યુનિટ અને VVPATને અલગ રાખવામાં આવે છે?’