ભારતીય જનતા પાર્ટીના સ્ટાર પ્રચારક નરેન્દ્ર મોદી અને ટોચના નેતાઓ લોકસભા ચૂંટણીમાં ૪૦૦ ને પાર કરવાના તેમના સંકલ્પને પૂર્ણ કરવા માટે આજે સાંજે મહારાષ્ટ્ર અને ગોવામાં જાહેર સભાને સંબોધશે. તેઓ સાંજે આ બંને રાજ્યોમાં જનસભાને સંબોધશે. ભાજપે તેના X હેન્ડલ પર નરેન્દ્ર મોદીના ચૂંટણી પ્રવાસનું શેડ્યૂલ શેર કર્યું.
લોકસભા ચૂંટણીમાં બે તબક્કાના શાંતિપૂર્ણ મતદાન બાદ ૧૯૦ બેઠકો પરના ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ થઈ ગયું છે. બાકીના પાંચ તબક્કા માટે તમામ પક્ષોએ એડીચોટીનું જોર લગાવ્યું છે. દેશભરમાં ભારતીય જનતા પાર્ટીનો જોરશોરથી પ્રચાર ચાલી રહ્યો છે. ભાજપના સ્ટાર પ્રચારક નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્ર અને ગોવાના ચૂંટણી પ્રવાસે છે. તેઓ સાંજે ૦૫:૦૦ વાગ્યે મહારાષ્ટ્રના કોલ્હાપુર લોકસભા ક્ષેત્રમાં NDA ઉમેદવારની તરફેણમાં જાહેર સભાને સંબોધશે. તો સાંજે જ તેઓ દક્ષિણ ગોવામાં ભાજપના ઉમેદવારના સમર્થનમાં વિશાળ જનસભાને સંબોધશે. ત્રીજા તબક્કામાં ૭ મેના રોજ ૧૧ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ૯૪ બેઠકો પર મતદાન થશે.
આજે સાંજે ૦૫:૦૦ વાગ્યે મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં ચૂંટણી રેલીને સંબોધિત કરશે. આ પછી તે દક્ષિણ ગોવા જશે. સાંજે ૦૭:૦૦ વાગ્યે દક્ષિણ ગોવામાં તેમની જાહેરસભા યોજાવાની છે.
