જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં ભૂકંપના આંચકા અનુભવાયા

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં શુક્રવારે મોડી રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા. કોઈ જનહાનીનાં સમાચાર નથી.

Article Content Image

 નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર શુક્રવારે રાત્રે ૧૧.૦૬ કલાકે કિશ્તવાડમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૩.૨ નોંધવામાં આવી હતી. ભૂકંપના કારણે કોઈ નુકસાનના સમાચાર નથી.

ભૂકંપ ક્યારે આવે ?

પૃથ્વીની અંદર સાત પ્લેટ છે,જે સતત ફરતી રહે છે. આ પ્લેટો જ્યાં ટકરાય છે તે ઝોનને ફોલ્ટ લાઇન કહેવામાં આવે છે. વારંવાર અથડામણને કારણે પ્લેટોના ખૂણાઓ વળે છે. જ્યારે ખૂબ દબાણ વધે છે, ત્યારે પ્લેટો તૂટવાનું શરૂ કરે છે. નીચેની ઉર્જા બહાર નીકળવાનો માર્ગ શોધે છે અને વિક્ષેપ પછી ભૂકંપ આવે છે.

ભૂકંપના કારણો.. 

ધરતીકંપ થવાના મુખ્ય કારણોમાં ટેક્ટોનિક પ્લેટોની હિલચાલ, જ્વાળામુખી ફાટી નીકળવો, ભૂગર્ભ ધરતીકંપ, પ્રેરિત ધરતીકંપ (માનવ પ્રવૃત્તિઓ) વગેરે છે. આ ઉપરાંત, ભૂકંપ ઘણા ભૂસ્તરશાસ્ત્રીય પરિબળો, કુદરતી ઘટનાઓ અને માનવીય પ્રવૃત્તિઓને કારણે થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *