ઇટલીના પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોનીએ પીએમ મોદીને જી-૭ સમિટમાં ભાગ લેવા આમંત્રણ આપ્યું

પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, પીએમ નરેન્દ્ર મોદીએ ગુરુવારે ઇટાલિયન પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોની સાથે ટેલિફોન પર વાત કરી હતી. પીએમ મોદીએ મુક્તિ દિવસની ૭૯ મી વર્ષગાંઠના અવસર પર પ્રધાનમંત્રી મેલોની અને ઇટાલીના લોકોને શુભેચ્છા પાઠવી હતી.

જૂન ૨૦૨૪માં ઇટાલીના પુગ્લિયામાં યોજાનાર જી-૭ સમિટ આઉટરીચ સત્રમાં તેમને આમંત્રણ આપવા બદલ તેમણે પીએમ મેલોનીનો આભાર માન્યો હતો.

બંને નેતાઓએ ઇટાલીની અધ્યક્ષતામાં યોજાયેલી જી-૭ સમિટમાં, ખાસ કરીને ગ્લોબલ સાઉથને સમર્થન આપતા, ભારતના જી-૨૦ પ્રમુખપદના મહત્વપૂર્ણ પરિણામોને આગળ વધારવા પર ચર્ચા કરી હતી. તેઓએ દ્વિપક્ષીય વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવાનું ચાલુ રાખવાની તેમની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ કરી. બંને નેતાઓએ પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક વિકાસ પર પણ વિચારોનું આદાન-પ્રદાન કર્યું હતું.

પીએમ મોદીએ તેમના સોશિયલ મીડિયા હેન્ડલ x પર એક પોસ્ટમાં શેર કર્યું હતું કે, તેમણે પીએમ જ્યોર્જિયા મેલોની સાથે વાત કરી હતી અને ઇટાલી આજે તેના મુક્તિ દિવસની ઉજવણી કરી રહી છે ત્યારે શુભેચ્છાઓ આપી હતી. જૂનમાં જી-૭ સમિટમાં તેમને આમંત્રણ આપવા બદલ તેમનો આભાર માન્યો. જી-૭ #જી-૨૦ ઈન્ડિયા ના પરિણામોને આગળ લઈ જવાની ચર્ચા કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *