પ્રેગ્નેન્સી વખતે ડાયાબિટીસનું જોખમ રહે છે?

સગર્ભાવસ્થા ડાયાબિટીસનો અર્થ એ નથી કે તમે ગર્ભવતી થયા તે પહેલા પણ ડાયાબિટીસ હતી. આ સ્થિતિ ગર્ભાવસ્થાને કારણે દેખાય છે.

Gestational Diabetes : પ્રેગ્નેન્સી વખતે ડાયાબિટીસનું જોખમ રહે છે? સગર્ભાવસ્થા ડાયાબિટીસ શું છે? જાણો અહીં

સગર્ભાવસ્થા ડાયાબિટીસ એ ડાયાબિટીસનો એક પ્રકાર છે. ગર્ભાવસ્થા દરમિયાન જ્યારે લોહીમાં શર્કરાનું સ્તર ખૂબ જ વધી જાય ત્યારે આ ડાયાબિટીસ જોવા મળે છે. GD સામાન્ય રીતે ગર્ભાવસ્થાના મધ્યમાં, ૨૪ અને ૨૮ અઠવાડિયાની વચ્ચે થવાની શક્યતા છે.

સગર્ભાવસ્થા ડાયાબિટીસનો અર્થ એ નથી કે તમે ગર્ભવતી થયા તે પહેલા પણ ડાયાબિટીસ હતી. આ સ્થિતિ ગર્ભાવસ્થાને કારણે દેખાય છે. ટાઇપ ૧ અને ટાઇપ ૨ ડાયાબિટીસ ધરાવતા લોકોને ગર્ભાવસ્થાની વખતે અલગ પડકારો હોય છે.

Gestational Diabetes

સગર્ભાવસ્થા ડાયાબિટીસનું કારણ શું છે?

સગર્ભાવસ્થા ડાયાબિટીસ હોર્મોનલ ફેરફારો અને આપણું શરીર જે રીતે ખોરાકને ઊર્જામાં રૂપાંતરિત કરે છે તેના પર આધાર રાખે છે.

ઇન્સ્યુલિન નામનું હોર્મોન ખોરાકમાંથી ગ્લુકોઝ તોડીને આપણા કોષો સુધી પહોંચાડે છે. ઇન્સ્યુલિન આપણા લોહીમાં ગ્લુકોઝના લેવલને કંટ્રોલમાં રાખે છે. પરંતુ જો ઇન્સ્યુલિન યોગ્ય રીતે કામ કરતું નથી અથવા પૂરતું ઇન્સ્યુલિન બનતું નથી, તો સુગર લોહીમાં જમા થાય છે અને ડાયાબિટીસ તરફ દોરી જાય છે.

પ્રેગ્નેન્સી દરમિયાન, હોર્મોન્સ ઇન્સ્યુલિનની કાર્ય કરવાની ક્ષમતામાં બદલાવ આવી શકે છે. તે લોહીમાં શર્કરાના લેવલને ધાર્યા પ્રમાણે કંટ્રોલ કરી શકતું નથી, જે સગર્ભાવસ્થા ડાયાબિટીસ તરફ દોરી શકે છે. વધારે વજન (૨૫ થી વધુ BMI) પણ સગર્ભાવસ્થા ડાયાબિટીસમાં ભૂમિકા ભજવી શકે છે.

જોખમ કોને વધુ છે?

આ પરિબળો પ્રેગ્નેન્સી ડાયાબિટીસનું જોખમ વધારી શકે છે,

  • હૃદય રોગ.
  • હાઈ બ્લડ પ્રેશર
  • સ્થૂળતા​
  • ડાયાબિટીસનો વ્યક્તિગત અથવા પારિવારિક ઇતિહાસ
  • પોલિસિસ્ટિક અંડાશય સિન્ડ્રોમ (PCOS)
  • પ્રી-ડાયાબિટીસ (સામાન્ય કરતાં વધારે લોહીમાં ગ્લુકોઝનો ઇતિહાસ).

સગર્ભાવસ્થા ડાયાબિટીસના લક્ષણો શું છે?

  • વારંવાર પેશાબ જવું પડે
  • ઉબકા આવે
  • તરસ લાગવી
  • થાક લાગવો

આ સમસ્યા કેવી રીતે અટકાવી શકાય?

તે સમસ્યા સંપૂર્ણપણે અટકાવી શકાતી નથી, પરંતુ તમે જોખમને ઘટાડવા માટે કેટલાક પગલાં લઈ શકો છો. તમારી સગર્ભાવસ્થા પહેલા અને એ સમયગાળા દરમિયાન સંતુલિત આહાર લેવો અને નિયમિત કસરત કરવી એ સગર્ભાવસ્થા ડાયાબિટીસ થવાના જોખમને ઘટાડવાનો શ્રેષ્ઠ રસ્તો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *