
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ભાષણનો નકલી વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે કથિત રીતે કહેતા સાંભળવા મળે છે કે, “જો ભારતીય જનતા પાર્ટીની સરકાર બનશે તો અમે ગેરબંધારણીય SC, ST અને OBC આરક્ષણને ખતમ કરી દઈશું.” દિલ્હી પોલીસને નકલી વીડિયો અંગે ફરિયાદ મળી હતી, જેના આધારે કેસ નોંધવામાં આવ્યો છે. દિલ્હી પોલીસે આ મામલે ૧૫૩/૧૫૩A/૪૬૫/૪૬૯/૧૭૧G IPC અને ૬૬C IT એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે.