શું તમારે ભૂખ લાગે ત્યારે ખાવું જોઇએ કે ઘડિયાળના આધારે?

‘કડક શેડ્યૂલ પર ખાવું એ આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે’.

Meal Food Time : શું તમારે ભૂખ લાગે ત્યારે ખાવું જોઇએ કે ઘડિયાળના આધારે? એક્સપર્ટે કર્યો ખુલાસો
 

આજના ડિજિટલ વિશ્વમાં, આપણે ક્યારે, કેટલીવાર અને કેટલું ખાવું જોઈએ તે અંગે ઘણીવાર સલાહ પ્રાપ્ત કરીએ છીએ. તાજેતરમાં, કાર્ડિયોલોજિસ્ટ અને લેખક ડૉ. બેલે મોનપ્પા હેગડેએ એવું સૂચન કરીને ચર્ચા જગાવી છે કે, ‘કડક શેડ્યૂલ પર ખાવું એ આપણા સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ નથી’.

બેલે મોનપ્પા હેગડેની દલીલ છે કે આપણે આપણા શરીરને સાંભળવું જોઈએ અને ભોજનના સેટ શેડ્યૂલને અનુસરવાને બદલે ભૂખ લાગે ત્યારે જ ખાવું જોઈએ. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી એક રીલમાં, તેણે એક અમેરિકન બાળરોગ ચિકિત્સક વિશે એક ઐતિહાસિક ટુચકો શેર કર્યો છે. જેણે ભૂલથી બાળકો માટે સખત આહાર શેડ્યુલની સલાહ આપી હતી, જેના પરિણામે ઘણી મુશ્કેલીઓ ઉભી થઈ હતી અને કેટલાક કિસ્સાઓમાં મૃત્યુ પણ થયું હતું. છેવટે, તેમણે સ્વીકાર્યું કે, જ્યારે બાળકો ભૂખ્યા હોય ત્યારે રડે છે અને ઘડિયાળના બદલે તેમના સંકેતોના આધારે ખવડાવવું જોઈએ.

આ વિચાર સામાન્ય માન્યતાને પડકારે છે. કારણ કે સારા સ્વાસ્થ્ય માટે નિયમિત ભોજન શેડ્યૂલનું પાલન કરવું જરૂરી છે. જ્યારે આપણામાંના ઘણા દરરોજ નિયત સમયે નાસ્તો, બપોરનું ભોજન અને રાત્રિભોજન ખાવા માટે ટેવાયેલા હોય છે, ત્યારે ડૉ. હેગડે સૂચવે છે કે આ પ્રથા આપણા શરીરની કુદરતી લય સાથે સંરેખિત ન હોઈ શકે.

આ અંગે વધુ અન્વેષણ કરવા માટે, અમે કન્સલ્ટન્ટ ડાયેટિશિયન અને ડાયાબિટીસ એજ્યુકેટર કનિકા મલ્હોત્રા સાથે શારીરિક અસરો, વજન વ્યવસ્થાપન, સંભવિત જોખમો અથવા લાભો તેમજ ભૂખના સંકેતોને ઓળખવા માટે વાત કરી હતી.

મલ્હોત્રાની સલાહ મુજબ “સંતુલન માટે લક્ષ્ય રાખો. મોટાભાગે તમારા શરીરના ભૂખના સંકેતો નકારો નહીં, પરંતુ તમારી બ્લડ સુગરને સ્થિર રાખવા માટે ભોજન માટે ઢીલું માળખું સ્થાપિત કરો, ખાસ કરીને જો તમને ડાયાબિટીસ જેવી સ્વાસ્થ્ય સમસ્યાઓ હોય.

આ કેટલાક લોકો માટે મદદરૂપ થઈ શકે છે, પરંતુ તે જાદુઈ ગોળી નથી. “સ્વસ્થ ખોરાકની પસંદગી પર ધ્યાન કેન્દ્રિત કરો અને તમારી પ્રવૃત્તિના સ્તરના આધારે ભાગના કદને સમાયોજિત કરો,” તેણી સલાહ આપે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *