ન્યુટ્રિશનિસ્ટ દીપસિખા જૈને એવા કેટલાક સુપરફૂડનો ઉલ્લેખ કર્યો જેનું સેવન સવારે નાસ્તમાં કરવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલમાં રહે છે અને ઘણા અન્ય સ્વાસ્થ્ય ફાયદા થઇ શકે છે.

સવારે તમે જે બ્રેકફાસ્ટ કરો છો તો તે ફૂડ દિવસ દરમિયાન તમને એનર્જી પ્રદાન કરે છે. આપણે સવારનો નાસ્તો હેલ્થી હોય તેવો આગ્રહ રાખીયે છીએ. ન્યુટ્રિશનિસ્ટ અને કન્ટેન્ટ ક્રિએટર દીપસિખા જૈને તેની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં એવા કેટલાક સુપરફૂડનો ઉલ્લેખ કર્યો જેનું સેવન ઘણા ફાયદાકારક સાબિત થઇ શકે છે.
ન્યુટ્રિશનિસ્ટ દીપસિખા જૈને કહ્યું કે “ખાલી પેટ શક્ય હોય તો કાર્બોહાઇડ્રેટનું સેવન ટાળો, પરંતુ તેને ગુડ ફેટ અથવા પ્રોટીન સાથે બદલી શકો છો, જેમ કે, બદામ સાથે દૂધ, પનીર બેસન ચિલ્લા, સોજી ઉપમા વગેરે. જે બ્લડ સુગરને કંટ્રોલમાં રાખે છે અને દિવસ દરમિયાન તમારો મૂડ સુધારે છે.”

હંગ્રી કોઆલાના વરિષ્ઠ ડાયટિશ્યન ઇપ્સિતા ચક્રવર્તીએ કેટલાક સુપરફૂડનો ઉલ્લેખ કર્યો છે કે જે ખાલી પેટે ખાવાથી બ્લડ સુગર કંટ્રોલમાં રહે છે,
ખાલી પેટ આ ફૂડનું કરો સેવન
ડ્રાયફ્રૂટ્સ
બદામ, અખરોટ અને અન્ય ડ્રાયફ્રૂટ્સ હેલ્થી ફેટ્સ, પ્રોટીન અને ફાઇબરનું સારું મિશ્રણ પ્રદાન કરે છે. આ ડ્રાયફ્રૂટ્સ બ્લડસુગર કંટ્રોલને સ્થિર કરવામાં અને ભૂખ કંટ્રોલ કરવામાં એકસાથે કામ કરે છે.
ઓટ્સ
ઓટ્સનું સેવન બ્લડ સુગર કંટ્રોલ માટે ફાયદાકારક છે કારણ કે તેમાં બીટા-ગ્લુકેનનું પ્રમાણ વધુ હોય છે. ફાઇબર ચીકણું જેલ બનાવે છે જે પેટ ખાલી થવામાં અને બ્લડ સુગર કંટ્રોલ કરે છે. હાર્વર્ડ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થ અનુસાર, લોહીમાં શર્કરાના સ્તરને સ્થિર રાખવા માટે લો ગ્લાયકેમિક ઇન્ડેક્સવાળા ફૂડને પ્રાધાન્ય આપવામાં આવે છે.
કઠોળ
મસૂર અને રાજમા અને અન્ય કઠોળમાં ફાઇબર અને પ્રોટીન ભરપૂર હોય છે, જે ગ્લુકોઝના શોષણને ધીમું કરવા માટે મહત્વપૂર્ણ છે.અને બ્લડ સુગર લેવલને વધતું અટકાવે છે.
લીલા પાંદડાવાળા શાકભાજી
પાલક અને જેવી શાકભાજીમાં કાર્બોહાઇડ્રેટ્સનું પ્રમાણ ઓછું હોય છે અને ફાઇબરનું પ્રમાણ વધુ હોય છે, જે બ્લડ સુગરના સ્તરને સાધારણ કરવામાં મદદ કરે છે.
સ્ટાર્ચ વગરના શાકભાજી
ગાજર, બ્રોકોલી અને અન્ય બિન-સ્ટાર્ચી શાકભાજી આવશ્યક પોષક તત્વો પ્રદાન કરે છે, જે તેમને બ્લડ સુગરને મેનેજ કરે છે.
તમને ડાયાબિટીસ કે અન્ય કોઈ સ્વાસ્થ્યને લગતી સમસ્યા હોય અને ડાયટમાં ફેરફાર કરો છો તો હેલ્થકેર પ્રોવાઈડરની સલાહ લેવી જરૂરી છે.
ધ્યાનમાં રાખવા જેવી બાબતો
જે લોકોને વધારે ફાઇબરયુક્ત ખોરાક ખાવાની ટેવ નથી તેમને પેટનું ફૂલવું અથવા ગેસ થઇ શકે છે. પાચનતંત્રને સમાયોજિત કરવા માટે ધીમે ધીમે ફાઇબરનું સેવન વધારવાની ટેવની ભલામણ કરવામાં આવે છે.
ડાયાબિટીસ ધરાવતા લોકોએ ડાયટમાં કોઈ નવું ફૂડ ટ્રાય કરતી વખતે બ્લડ સુગર લેવલનું ટેસ્ટિંગ કરવું જોઈએ. જ્યારે અમુક ખોરાક સામાન્ય રીતે બ્લડ સુગર કંટ્રોલ માટે ફાયદાકારક હોય છે, જયારે અન્ય કોઈને એલર્જી પણ થઇ શકે છે.